GSTV
Crime India News

બૉયફ્રેન્ડ સાથે વાત કરતા અટકાવી તો સગીર દીકરીએ કરી નાંખી પિતાની હત્યા, લાશ સડવા લાગી તો પરફ્યૂમ છાંટ્યું

મધ્ય પ્રદેશના બૈતૂલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દત્તક દીકરીએ પોતાના બૉયફ્રેન્ડ અને મિત્રો સાથે મળી પિતાની હત્યા કરી હતી. એ પણ માત્ર બૉયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવાનો ઈન્કાર કરવાના કારણે. આ ઉપરાંત તેના પિતા આરોપી સગીરાને ફરવા જવા દેતા નહોતા. પિતાની હત્યા કર્યા બાદ સગીરાએ કોથળામાં મૃતદેહ લપેટી ઘરની પાછળ છુપાવી હતી. રુંવાડા ઊભા કરી દેતી આ ઘટના બૈતૂલના સારણી વિસ્તારની છે. પોલીસે 4 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. જે પછી પોલીસે દત્તક દીકરીએ મિત્રો સાથે મળી હત્યા કરી હોવાની વાતની પૃષ્ટિ કરી હતી.

લાશ છુપાવી રાખી પણ પાડોશીઓ સુધી દુર્ગંધ પહોંચતા જ ભાંડો ફૂટ્યો

દીકરીએ હત્યા બાદના 2 દિવસ સુધી ઘર પાછળ લાશ છુપાવી રાખી હતી. પોલીસે જણાવ્યું કે, 14 જાન્યુઆરીએ બબલૂ નાગલેએ પોલીસને સૂચના આપી હતી કે તેના જીજા શ્રીરામ હુરમાડે તથા તેમની દત્તક દીકરી સુભાષ નગરમાં રહે છે. તેની શ્રીરામ સાથે વાત થઈ રહે છે પરંતુ 12 તારીખથી વાત થઈ નથી. 14 તારીખે વિસ્તારના લોકો થકી બબલૂને જાણ થઈ કે શ્રીરામ હુરમાડેના ઘર પાછળ વાડીમાં બનેલા ઝૂંપડીમાંથી બદબૂ આવી રહી છે. આરોપી સગીર દીકરી પાડોશીઓને ત્યાં જવા દેતી નહોતી. જે પછી બબલૂ આવ્યા અને તે ઝૂંપડીમાં ગયો હતો, ત્યાં તેને શ્રીરામની લાશ કોથળામાં મળી જેના માથા પર ઈજા હતી અને ગળુ કાપેલું હતું.

સગીરા અને 3 યુવકોને પોલીસે કરી ધરપકડ

પોલીસે આ મામલે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. એસઆઈ મહેન્દ્રસિંહ ચૌહાણે ટીમ બનાવી તપાસ શરૂ કરતા મૃતક પોતાની દીકરીને ફોન પર બૉયફ્રેન્ડ સાથે વાત કરતા અટકાવતો અને મિત્રો સાથે ફરવા જવાનો ઈન્કાર કરતો હતો. આ કારણે સગીરાએ પોતાના બૉયફ્રેન્ડ અને તેના મિત્રો સાથે યોજના બનાવી પિતાની હત્યા કરી હતી. આરોપીએ દુર્ગંધ ના ફેલાય તે માટે લાશ પર પરફ્યૂમ પણ છાંટ્યૂં હતું. આરોપી સગીરા, 21 વર્ષીય અનવર ખાન, 18 વર્ષીય શિખર, 20 વર્ષીય અનિલ સોનારિયાની પોલીસે ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

‘શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે…?’ ખડગેએ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન

Padma Patel
GSTV