GSTV

CAA પર પાકિસ્તાનને અદનાન સામીની સલાહ, ભારતના આંતરિક મુદ્દાઓમાં ન કરે ચંચુપાત

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

CAA: જાણીતા સિંગર અને મ્યૂઝીક કંપોઝર અદનાન સામીને થોડા દિવસો પહેલા જ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો એક મોટુ જૂથ અદનામ સામીની વિરૂદ્ધ છે. કારણ કે તેમણે પાકિસ્તાની નાગરીકતા છોડીને ભારતીય નાગરીકતા પ્રાપ્ત કરી છે. પદ્મ શ્રી એવોર્ડ બાદ અદનાન સામી પાકિસ્તાની ટ્રોલ્સના નિશાને આવ્યા હતા.

nrc CAA

ત્યારે એક ઈન્ટરવ્યૂમાં સામીએ પોતાના તે ટ્વિટ અંગે કહ્યું કે જેમાં તેમણે 2019માં વિવાદિત CAA કાયદા અંગે કર્યુ હતુ. આ ટ્વિટ પછી ઘણો વિવાદ થયો હતો. સામીએ કહ્યું કે મારી આસપાસના લોકોને સીએએ સાથે કોઈ લેવા દેવા નથી. મને મળેલી નાગરીકતાને પણ આ CAA કાયદા સાથે કોઈ લેવા દેવા નથી.

તેમણે કહ્યું કે મેં પાકિસ્તાની લોકોને કહ્યું હતુ કે તમારે આ મુદ્દે કંઈ પણ લેવા દેવા નથી. આ ભારતની આંતરિક બાબત છે અને તેમણે પોતાનું નાક નીચું રાખવું જોઈએ. કંગના રનૌતની તાજેતરની ટીપ્પણી પણ અદનાને કહ્યું કે ભારતની એક સારી વાત એ છે કે અહીંયા લોકતંત્ર છે. હું મારી વાત રજૂ કરી શકું છું. કંગનાને જે સાચુ લાગ્યું છે તે પોતે કહી શકે છે. હું તેમનાથી સહમત અથવા અસહમત પણ થઈ શકું છું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!