GSTV
Home » News » અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

સોશિયલ મીડિયા પર બોટલ કેપ ચેલેન્જ એટલી હદ સુધી છવાયેલું છેકે, રોજ લોકો તેને નવા નવા અંદાજમાં પુરી કરે છે. કોઈ આંખો પર પટ્ટી બાંધીને તેને પુરી કરે છે. તો કોઈ તેને હાથ લગાવ્યા વગર પોતાના અવાજથી ઉડાવી દે છે. ત્યારે હાલમાં જ એક બોટલ કેપ ચેલેન્જ સાથે જોડાયેલો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ ચેલેન્જ પિયાનોની ધુન પર જ પુરી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર છવાયેલો આ વીડિયો બીજા કોઈનો નહી પરંતુ ફેમસ સિંગર અદનાન સામીનો છે. જેણે અત્યાર સુધી પોતાના ગીતોથી લોકોનાં દિલ જીત્યા છે. આ વીડિયોમાં અદનાન સામીનો આ અંદાજ જોવાલાયક છે.

બૉલીવુડ સિંગર અદનાન સામીએ બોટલ કેપ ચેલેન્જનો આ વીડિયો તેમનાં ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કર્યો છે. આ વીડિયોમાં અદનાન સામી પિયાનો વગાડતા તેમાં મગ્ન દેખાઈ રહ્યા છે. અને તેને વગાડતા વગાડતાં જ બોટલ કેપ ચેલેન્જને પુરી કરે છે. મ્યુઝીકનાં બાદશાહ અદનાન સામીએ વીડિયોમાં ચેલેન્જને પુરી કરવા માટે પોતાની ટેલેન્ટનો શાનદાર પ્રયોગ કર્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં અદનાન સામીએ લખ્યુ હતુકે, “88 કી, 10 આંગળીઓ, 1 બૉટલ- નો પ્રોબ્લેમ”… અદનાન સામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે આ ખતરનાક બીમારીઓને, રિસર્ચમાં થયો છે ખુલાસો

Ankita Trada

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ દિગ્ગજ લોકો પણ આવશે ભારત પ્રવાસે

Nilesh Jethva

રામમંદિર માટે કેન્દ્રએ આપ્યું એક રૂપિયાનું શૂકનવંતુ દાન, આ રૂપિયાથી જ બેંકમાં ખાતુ ખુલશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!