GSTV
Home » News » કોમર્સ,BBA,BCA માં બીજા રાઉન્ડને અંતે ૧૮૨૨૯ બેઠકો ખાલી

કોમર્સ,BBA,BCA માં બીજા રાઉન્ડને અંતે ૧૮૨૨૯ બેઠકો ખાલી

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ), બેચલર ઓફ કમ્પ્યુટર એસોસિયેશન (બીસીએ) સહિતની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂરા થયા છે. બંને રાઉન્ડ બાદ હજુપણ કુલ ૧૮૨૨૯ બેઠકો ખાલી પડી છે. આ પૈકી કેટલીક કોમર્સ કોલેજોમાં આશ્ચર્યજનક રીતે ૫૦૦થી પણ વધારે બેઠક ખાલી છે.

ઉલ્લેખનીય છે કે, કોમર્સ-બીબીએ-બીસીએમાં પ્રવેશ માટે કુલ ૪૬૫૦૨ બેઠકો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી પ્રથમ રાઉન્ડમાં ૧૪૯૭૧ અને બીજા રાઉન્ડમાં ૧૩૩૦૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.પ્રવેશ સમિતિના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી દિવસોમાં ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે.

આ રાઉન્ડમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા સહિત રજિસ્ટ્રેશન બાકી રહી ગયુ હોય તેવા વિદ્યાર્થીઓને પણ નવેસરથી પ્રવેશની તક આપવામાં આવશે. ૧૮ હજારથી બેઠક ખાલી રહેવા પાછળ મુખ્ય કારણ એ છે કે યુનિવર્સિટી દ્વારા નવી કોલેજોની જરૃરિયાત છે કે નહીં તેની ચકાસણી કર્યા અગાઉ આડેધડ નવી કોલેજોની મંજુરી આપી દેવામાં આવી તેની સીધી અસર પ્રવેશ પ્રક્રિયા પર પડી રહી છે.

સામાન્ય રીતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિમાં નવી કોલેજોને મંજુરી આપવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. પરંતુ વર્તમાન કુલપતિએ પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તે પહેલા જ નવી કોલેજોની આડેધડ મંજુરી આપી દીધી હતી.

Read Also

Related posts

અર્થતંત્રની સુસ્તી માટે રાજકારણ જવાબદાર

Mayur

ચીનમાં કોરોના કહેરની વચ્ચે જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીની છબી સુધારવા મીડિયા પણ આપી રહી છે સાથ

Bansari

અમદાવાદથી જયપૂર જતી ફ્લાઈટમાં બે કબૂતરોએ મચાવ્યો આતંક, અફરા તફરીનો માહોલ સર્જાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!