GSTV

ખુશખબર / હવે ઇચ્છે ત્યારે પ્રવેશ લઇ શકશો અને છોડી પણ શકશો, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ન્યુ એજયુકેશન પોલીસી પર એકેડમીક કાઉન્સીલની આજની છેલ્લી બેઠકમાં મંજુરીની મહોર મારી હતી. આથી આગામી વર્ષથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે પ્રવેશ મેળવશે અને ગમે ત્યારે છોડી શકશે. વિદ્યાર્થીઓની એક વચ્યુઅલ ક્રેડીટ બેન્ક પણ અમલમાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી પણ કરી શકશે.

જૂની કાઉન્સીલની મળેલી છેલ્લી બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવાયા

નર્મદ યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સીલમાં ડીન અને અઘર ધેન ડીન બિનહરીફ ચૂંટાઇ આવ્યા બાદ આવતી કાલ રવિવારને ૧ લી ઓગસ્ટ થી નવી બોડીની ટર્મ શરૂ થાય છે. ત્યારે આજે જૂની કાઉન્સીલની મળેલી છેલ્લી બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં પી.એચ.ડીના શિક્ષકોની માન્યતા આપવાની સાથે જ સિલેબસની મંજુરી આપી હતી. પરંતુ સૌૈથી મહત્વનો નિર્ણય ન્યુ એજયુકેશન પોલીસીને લઇને લેવાયો હતો. યુજીસીએ તો મંજુરીની મહોર મારી જ દીધી છે. પરંતુ નર્મદ યુનિવર્સિટીમાં હજુ સુધી અમલવારી બાકી છે. આથી આજે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં સર્વાનુંમતે મંજુરીની મહોર મરાઇ હતી.

આગામી વર્ષથી વિદ્યાર્થીઓ માટે મલ્ટીપલ એન્ટ્રી અને એકઝીટ રહેશે. મતલબ કે ફસ્ટ યર કર્યા પછી કોઇ કારણસર ભણવાનું છોડી દેવુ પડે અને ફરી પાછા બે-ત્રણ વર્ષે ભણવાનુ મન થાય તો ભણી શકશે. વિદ્યાર્થીઓ હવે મરજીના માલિક રહેશે. એટલુ જ નહીં યુજીસીની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓની ક્રેડીટ બેન્ક બનશે. આ બેન્કમાં વિદ્યાર્થીની ક્રેડીટ જમા થશે.મતલબ કે વિદ્યાર્થીઓ જેટલુ ભણ્યા છે. તેની ક્રેડીટ જમા થશે. અને વિદ્યાર્થી ત્યારબાદ બીજી કોલેજમાં ભણવા જશે તો આ ક્રેડીટ ત્યાં ઉમેરાશે.

વિદ્યાર્થીઓ હવે એક સાથે બે ડિગ્રી મેળવી શકશે

આ ઉપરાંત સૌથી મહત્વની અમલવારી ડિગ્રીને લઇને કરાઇ છે. વિદ્યાર્થીઓ હવે એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. આ માટે નર્મદ યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે. નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ ઘણા સર્ટિફિકેટ કોર્સ શરૂ થઇ રહ્યા હોવાથી વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા ભણતા પણ આવા સર્ટિફિકેટ કોર્સ કરીને એક સાથે બે ડિગ્રી લઇ શકશે. આમ છેલ્લી બેઠકમાં ન્યુ એજયુકેશન પોલીસીને લઇને મહત્વની મંજુરી આપતા હવે સિન્ડીકેટમાં આ બાબત મુકાશે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!