GSTV
Home » News » માતાપિતા રાહુલ ગાંધીને મળવા જશે તો તેની નોકરી જશે, ADMની અભિષેકના ભાઈને ધમકી

માતાપિતા રાહુલ ગાંધીને મળવા જશે તો તેની નોકરી જશે, ADMની અભિષેકના ભાઈને ધમકી

મધ્યપ્રદેશના મંદસૌરમાં રાહુલ ગાંધીના પહોંચતા પહેલા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયુ છે. આ કડીમાં ગત વર્ષ ખેડૂતો આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને રાહુલ ગાંધી સાથે મળવાથી રોકવાની કોશિશો તેજ કરી દેવામાં આવી છે. ગોળીકાંડમાં માર્યા ગયેલા અભિષેકના માતાપિતાનો આરોપ છે કે વહીવટી તંત્રે તેમને ધમકી આપી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે નહીં.

અભિષેકના મોત બાદ સરકારે તેના ભાઈ સંદીપ પાટીદારને નાગપુરમાં ચોથી શ્રેણીના કર્મચારી તરીકે નોકરી આપી છે. તેને ટેલિફોન પર એડીએમ આર. કે. વર્માએ ધમકી આપી છે કે તે નોકરીમાં છે અને જો તેને માતાપિતા રાહુલ ગાંધીને મળવા જશે. તો તેની નોકરી જશે. આ પહેલા અભિષેકના કાકા મધુસૂદન પાટીદારને પણ મંદસૌર વહીવટી તંત્રે રાહુલ ગાંધીની રેલીમાં જતા રોકવાની કોશિશ કરી હતી.

એડીએમ આર. કે. વર્માએ ટેલિફોન પર સ્પષ્ટતા કરી છે કે તેઓ તો બસ જાણકારી લઈ રહ્યા હતા કે પરિવારમાંથી કોણ-કોણ રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છે. તેમને રોકવાની કોશિશના આરોપોને એડીએમ દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, 2017માં મંદસૌર ખાતે ખેડૂત આંદોલન દરમિયાન થયેલા ગોળીબારમાં અભિષેક સિવાય સત્યનારાયણ, ઘનશ્યામ, બબલૂ ઉર્ફે પુનમચંદ અને કન્હૈયાલાલના મોત નીપજ્યા હતા.

આ તમામ મૃતકોના પરિવારજનો કિસાન સભાના બેનર તળે ગુડા ગામમાં એકઠા થયા હતા. અને તમામે એકસાથે માગણી કરી હતી કે પોલીસ ફાયરિંગ બાદ સરકાર દ્વારા ખેડૂતોને કરાયેલા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી. અભિષેકના માતાનું કહેવું છે કે અભિષેક માટે સાચી શ્રદ્ધાંજલિ એ હશે કે સરકાર ખેડૂતોની માગણીઓને પુરી કરે અને આ વાત તેઓ રાહુલ ગાંધીને પણ કહેશે.

Related posts

બિપિન રાવતના પાકિસ્તાન પર આકરા પ્રહારો, અમે પ્રોક્સી વોર બર્દાશ્ત કરીશું નહીં

Nilesh Jethva

પોતાના ભાષણથી દુનિયાના દેશોને હચમચાવી નાખનારી બે હસ્તીઓ જ્યારે મળે છે, ત્યારે…

Pravin Makwana

રાજનાથ સિંહે કહ્યું, નિયંત્રણ લાઇનની આતંકવાદી છાવણી હવે આતંકવાદીઓ માટે સલામત જગ્યા નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!