મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મહાભારત યથાવત છે. આ સ્થિતિ વચ્ચે લડાઈમાં પણ ચારે બાજુથી નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આજે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને સંજય રાઉતેએ બળવાખોર શિંદે જૂથ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમારી અસલી તાકાત શિવસૈનિક છે. આજે બાળાસાહેબ ઠાકરે કે આનંદ દિઘેની સામે આ બધું હોત તો તેમણે બળવાખોરોને તેમની જ ભાષામાં સમજાવ્યા હોત. તેમજ વધુમાં કહ્યું કે મને ફિલ્મ દિલવાલેનો એક ડાયલોગ યાદ આવી રહ્યો છે. ડાયલોગ છે ‘હમ શરીફ ક્યાં હુઐ પૂરી દુનિયા બદમાશ હૌ ગઈ’. તેમણે યુવા સેનાના કાર્યકરોને કહ્યું કે હું રસ્તા પર નીકળી રહ્યો છું, પરંતુ તમે પણ ઘરે ઘરે જઈને બળવાખોરોની સત્યતા લોકો સુધી પહોંચાડો.
બીજી બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા વિવાદિત નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું છે કે જે 40 લોકો ત્યાં છે તેઓ માત્ર જીવતી લાશો છે. સંજય રાઉતે કહ્યું કે જ્યારે આ લોકો બહાર આવશે ત્યારે તેઓ દિલથી જીવતા નહીં હોય. તેમના શરીર જ માત્ર પરત આવશે. તેમની આત્મા મરી ચુકી હશે.પોસ્ટમોર્ટમ માટે તેમના દેહને વિધાનસભામાં મોકલવામાં આવશે.
READ ALSO
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ
- પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ
- નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર
- ખાદ્યતેલમાં એરંડા તથા દિવેલમાં તેજી, રાજસ્થાનમાં તેલિબિયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ