GSTV
Home » News » શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે બીજેપીને લીધી ભીંસમાં કહ્યું 1 વર્ષમાં પડશે છૂટા

શિવસેનાના આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે બીજેપીને લીધી ભીંસમાં કહ્યું 1 વર્ષમાં પડશે છૂટા

મહારાષ્ટ્રમાં બીજેપી તથા શિવસેના ગઠબંધન સંકટમાં પડે તેવું જણાઈ રહ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધાવ ઠાકરેના દીકરા અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ બીજેપીથી અલગથવાનું એલાન કર્યું છે. અને આદિત્ય ઠાકરેએ વર્ષ 2019ની ચૂંટણી શિવસેના દ્વારા એકલા જ લડવાનો સંકેત આપ્યો છે.

મહારાષ્ટ્રમાં  રાજકીય પરિવર્તન વચ્ચે શિવસેના તરફથી આ પ્રતિક્રિયાથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે   બંને પાર્ટીઓ વચ્ચે બધુ યોગ્ય નથી ચાલી રહ્યું. આદિત્યએ અનુસાર એક વર્ષની અંદર બીજેપીએ સરકારને શિવસેના બાય બાય કહી શકે છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ શિવસેનાઘણા મુદ્દે બીજેપી અને કેન્દ્ર સરકાર પર સતત હાવી થઈ રહ્યાછે.  તે પહેલા કેટલાક દિવસ અગાઉ આદિત્ય ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાક્યું હતું.  અને પોતાના ટ્વિટમાં મોદીની લીડરશીપ સામે સવાલો ઉઠાવ્યા છે.

તો વળી શિવસેન સાંસદ સંજય રાઉતે કહ્યુ હતું કે  ગુજરાતમાં પીએમ મોદીનો જાદુ ઓસર્યોછે અને તેના કારણે જ રાહુલ ગાંધી હિરો બની ગયા છે.  કારણ કે રાહુલ ગાંધીનું પર્મન્સ વર્ષ 2014માં ઘણુંખરાબ હતુ પરંતુ આ વર્ષે તેમનો ગ્રાફ ઘણો ઉંચો ગયો છે. તો સંજય રાઉતે સુબ્રમણ્યમ સ્વામીના રાહુલના મંદિર બાબતે ટીપ્પણી કરી હતી કે   મંદિરમાં જવું સૌનો અધિકાર છે.   અને મંદિર આવવા જવાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.

Related posts

‘હિંદુ પક્ષકારે કુરાનના આધારે કરેલી દલીલો આધારહીન’ સુપ્રીમમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનની તીખી દલીલો

Bansari

બેન્કોની કથળેલી સ્થિતિ માટે ભાજપના નાણામંત્રીએ આ 2 અર્થશાસ્ત્રીઓને ઠેરવ્યા જવાબદાર

Mansi Patel

વિક્રમ લેન્ડર મામલે આવી નવી ખુશખબર, અમેરિકાએ આપ્યા આ સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!