GSTV
Home » News » આદિત્ય ઠાકરે પાસે છે BMW કાર, જાણો કેટલાં કરોડની સંપત્તિનાં છે માલિક

આદિત્ય ઠાકરે પાસે છે BMW કાર, જાણો કેટલાં કરોડની સંપત્તિનાં છે માલિક

આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ આદિત્ય ઠાકરેની કુલ સંપત્તિની જાણકારી પણ સામે આવી છે. ચૂંટણીના સોગંદનામામાં જણાવ્યા મુજબ આદિત્ય ઠાકરે પાસે અંદાજે 16 કરોડની સંપત્તિ છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં આદિત્ય ઠાકરેની કુલ સંપત્તિની માહિતી પણ સામે આવી છે.

આદિત્ય ઠાકરેએ રજૂ કરેલા સોગંદનામામાં તેમની પાસે કુલ 16 કરોડની સંપત્તિ દર્શાવી છે. આદિત્ય ઠાકરેએ હાથ પર 30 હજારની રોકડ દર્શાવી છે. જ્યારે કે 10 કરોડ 36 લાખ 15 હજાર 218 રૂપિયા બેંકમાં જમા હોવાનું જણાવ્યું છે. આદિત્યએ લગભગ 20.5 લાખ રૂપિયાનું વિવિધ રોકાણ કર્યું છે. જ્યારે કે તેમની પાસે એક બીએમડબલ્યુ કાર પણ છે. જેની કિંમત 6.5 લાખ દર્શાવાઇ છે. આ સિવાય આદિત્ય ઠાકરે પાસે 64 લાખ 64 હજાર રૂપિયાની જ્વેલરી છે. તો 10.22 લાખની અન્ય સંપત્તિ છે. આ પ્રકારે આદિત્ય પાસે કુલ 11 કરોડ 38 લાખ 5 હજાર 258 રૂપિયાની સંપત્તિ છે.

જો અચલ સંપત્તિની વાત કરીએ તો આદિત્ય ઠાકરે પાસે કુલ 4 કરોડ 67 લાખ 6 હજાર 914 રૂપિયાની અચલ સંપત્તિ છે. આદિત્ય ઠાકરેએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેના પર કોઇ દેવું નથી તેમજ તેમના વિરૂદ્ધ કોઇ ક્રિમિનલ કેસ પણ દાખલ નથી.

READ ALSO

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!