બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂર પોતાના રિલેશનશિપને લઈને આજકાલ ચર્ચામાં છે. તેઓ થોડા દિવસ પહેલા સાથે સ્પોટ થયા હતા. મળતી માહિતી મુજબ એક પાર્ટીમાં થયેલી તેમની મુલાકાત થઈ હતી અને આ મુલાકાતોનો સિલસિલો પ્રેમમાં પરિવર્તિત થયો. આદિત્યએ પોતાના ઈન્સ્ટાગ્રામથી આ બાબતનો ઈશારો પણ કરી દીધો છે. હવે ખબર આવી રહી છે કે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધોને તેમના પરિવારજનોએ પણ સંમતિ આપી દીધી છે.

આદિત્ય અને અનન્યા જાહેરમાં વધુને વધુ ઈવેન્ટમાં પણ દેખાઈ રહ્યા છે. અનન્યા આદિત્ય સાથેના પોતાના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ હજુ સુધી અધિકૃત રીતે આ સંબંધોનો ફોડ પાડયો નથી. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને જણા લગ્ન કરવા રાજી છે, પરંતુ તેમના લગ્નની શરણાઇ વાગવાને હજી વાર લાગશે. હાલ બન્ને પોતપોતાની કારકિર્દી પર વધુ ફોકસ આપવા માંગે છે.
જણાવી દઈએ કે અનન્યાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ટુ’થી ડેબ્યુ કર્યુ હતું. જોકે આ ફિલ્મ સુપરફ્લોપ ગઇ હતી. અનન્યાએ હજી સુધી એક પણ હિટ ફિલ્મ આપી નથી. તેની આવનારી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ ટુ’ છે. બીજી તરફ આદિત્ય કપૂર રોય ‘આશિકી ટૂ’ તથા ‘યહ જવાની હૈ દિવાની’ જેવી હિટ ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. તેણી લાખો ફેન ફોલોઈંગ છે. આ અગાઉ પણ તે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો