GSTV
Bollywood Entertainment Trending

પહેલી વખત એક્સન રોલમાં જોવા મળશે આદિત્ય રોય કપૂર, વધારશે 10 કિલો વજન

બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર ટૂંક સમયમાં જ અલગ અંદાજમાં જોવા મળશે. મોહિત સૂરીના નિર્દેશનમાં બની રહેલી રોમેન્ટિંક હોરર ફિલ્મ મલંગ માટે આદિત્ય પોતાનું વજન 10 કિલો સુધી વધારશે. જોકે આ પહેલા આદિત્ય ફિલ્મ ફિતૂર માટે પોતાનું વજન વધારી ચુક્યા છે. પરંતુ મલંગ માટે તેમને પહેલા કરતા વધુ મસ્કુલર બનાવવાની જરૂર છે.  

લવ ફિલ્મ્સ અને ટીસીરીઝના પ્રોડક્શનમાં બની રહેલી મલંગ એક રોમેન્ટિંક હોરર ફિલ્મ હશે જેમાં આદિત્ય રોય કપૂર ઉપરાંત ડિશા પાટની, અનિલ કપૂર અને કૃણાલ ખેમુની સાથે કામ કરતા જોવા મળશે. ફિલ્મ વિશે આદિત્યએ કહ્યું કે, મલંગ એક ડાર્ડ થ્રિલર છે પરંતુ તેમાં એક પ્રેમ કહાણી પણ છે.

આદિત્યએ કહ્યું, આ ખૂબ ઈન્ટેન્સ પરંતુ રસપ્રદ ફિલ્મ હોવાની છે. હું ખૂબ વધુ એક્સાઈટે છું કારણ કે પહેલી વખત એક એક્શન હીરોનો રોલ કરવા જઈ રહ્યો છું, આદિત્ય જ્યાં એક્શન સીન્સની તૈયારી કરી રહ્યો છે ત્યાં જ તે સતત પોતાની બોડી પર પણ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં બે અલગ લુક્સમાં જોવા મળશે. આ વિશે આદિત્યએ જણાવ્યું કે તેમને પોતાનું વજન વધારવાનું શરૂ કરી દીધું છે.

View this post on Instagram

♠️ ? @avigowariker

A post shared by @ adityaroykapur on

વાત કરીએ આદિત્ય રોય કપૂરની ગઈ ફિલ્મની તો આ પહેલા કલંકમાં જોવા મળી ચુક્યો છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV