બોલિવૂડના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલનાં તાજેતરમાં જ લગ્ન થયાં છે. બુધવારની રાત્રે બંનેના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં અભિનેતા ગોવિંદા સહ-પરિવાર હાજર રહ્યો હતો .જ્યારે તેની સાથે ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. હવે આ રિસેપ્શન પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પાર્ટીમાં ઉદિત નારાયણ એક અલગ જ અંદાઝમાં જોવા મળ્યાં હતાં. તે સતત તેના પુત્રના લગ્નની ખુશીમાં નાચતા અને ગાતા જોવા મળ્યા હતા. જામીન મળ્યા બાદ ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ પણ અહીં હાજર થયા હતા.

આ પાર્ટીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા તેની પત્ની, પુત્રી અને પુત્ર સાથે પહોંચ્યો હતો. ગોવિંદા અહીં એકદમ કૂલ અંદાઝમાં દેખાયો હતો.
મંગળવારે આદિત્યએ તેની ગર્લફ્રેન્ડ શ્રેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતા. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. જેમાં ફક્ત 50 લોકોએ જ ભાગ લીધો હતો.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ