GSTV
Gujarat Government Advertisement

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નની તારીખ નક્કી થઈ, 50 લોકોની હાજરીમાં સાત ફેરા લેશે

Last Updated on October 17, 2020 by Mansi Patel

બોલિવૂડના ફેમસ સિંગર ઉદિત નારાયણ અને જાણીતી ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે થોડા દિવસ અગાઉ એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથેના તેના રિલેશન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. હવે એવા અહેવાલ છે કે આ પ્યારને રિશ્તોનું નામ આપવામાં આવશે. આ વર્ષે જ બંનેના લગ્ન થનારા છે. આદિત્ય અને શ્વેતા છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. હવે બંનેએ લગ્નની તારીખ અંગે મૌન તોડ્યું છે અને કોરોના કાળમાં કેવી રીતે અને ક્યારે લગ્ન થવાના છે તેની માહિતી આપી હતી.

આ તારીખે લગ્નગ્રંથીથી જોડાશે

આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાનો છે. કોરોના વાયરસને કારણે ઘણા ઓછા લોકો આ લગ્નમાં હાજરી આપશે. તેણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરીશું અને તેમાં માત્ર પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપીશું. મહારાષ્ટ્રમાં 50થી વધુ લોકોને એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આદિત્યએ કહ્યું હતું કે એક મંદીરમાં સાદાઈથી લગ્ન કરવામાં આવશે. જોકે અમે ગ્રાન્ડ રિસેપ્શન અંગે વિચારી રહ્યા છીએ અને બધું બરાબર થઈ જશે ત્યાર બાદ અમે એક મોટું રિસેપ્શન રાખવાની વિચારણા કરી રહ્યા છીએ.

Gujarat Government Advertisement

Related posts

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!