અક્ષયકુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ યશરાજ ફિલ્મસની પહેલી ઐતિહાસિક ધરોહર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મની પટકથા નીડર અને બહાદુર રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવનચરિત્ર અને વીરતા ઉપર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજના રોલમાં છે, જેણે ભારતની રક્ષા માટે ક્રુર અને આક્રમણખોર મહોમ્મદ ઘોરીની સામે બહાદુરીથી લડાઈ લડી હતી. આ ફિલ્મ માટે નિર્માતા આદિત્ય ચોપરાએ 12મી સદીના દિલ્હી, અજમેર, અને કન્નોજને નવી રીતે રિક્રિએટ કર્યા છે એટલે મૂવીમાં દેખાડવા માટે આ ઉભા કરાયેલ સેટને ડિઝાઈન કરવા માટે 25 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અક્ષય કુમારે જણાવ્યુ હતુ કે, આજની દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજની રાજકીય રાજધાની હતી. દિલ્હી, અજમેર, અને કન્નોજ શહેરો તેમના શાસનકાળ અને જીવન સાથે જોડાયેલા હોવાથી તેમને રીક્રિએટ કરવામાં આવ્યા છે જેથી દર્શકોને પ્રામાણિક રીતે બતાવી શકાય કે હકીકતમાં 12મી સદીમાં આ શહેરો કેટલા શાનદાર હતાં.
નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી એ કહ્યું કે, ‘આદિત્ય ચોપરાએ આ શહેરોના રીક્રિએશન માટે અસલી સંગેમરમરનો ઉપયોગ કર્યો હતો. આ વિશાળ સેટ બનાવવા માટે 900 મજૂરોએ 8 મહિના સુધી કપરી મહેનત કરી હતી.’

આદિત્યે પરફેક્શન માટે કરોડો રૂપિયા ખર્ચી તો કાઢ્યાં છે પરંતુ તેની અસર દર્શકોમાં પણ જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં રજૂ કરવામાં સાઈટ સિનને લોકોને પસંદ કર્યા છે. આ ફિલ્મનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. આ ફિલ્મમાં માનુષી છિલ્લર પૃથ્વીરાજની પ્રેમિકા સંયોગિતાના રોલમાં છે. આ ફિલ્મ 3 જૂનના રોજ હિંદી, તમિલ અને તેલુગુમાં રીલીઝ થશે.
READ ALSO
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો