GSTV

આદિત્ય રાની સાથે લગ્ન પહેલાં કેમ રહેતો હતો હોટલમાં

Last Updated on May 21, 2019 by

આદિત્ય ચોપરાના જન્મ દિવસે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો..આદિત્યએ રાની સાથે લગ્ન એટલી સરળતાથી નથી થયા તેના માટે ઘણી મહેનત કરવી પડી હતી. આદિત્ય ચોપરા, જાણીતા ફિલ્મકાર યશ ચોપરાનો મોટા દીકરો છે. આદિત્યએ મુંબઈમાં એચઆર કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ખૂબ જ નાની ઉંમરમાં તે ફિલ્મ નિર્દેશન બન્યો અને સફળતા પ્રાપ્ત કરી છે. આજે તેનો જન્મ દિવસ છે તો તે જાણીએ કે તેની અને રાનીની જોડી કેવી રીતે બની હતી. આદિત્ય ચોપરાનો જન્મ 21 મેના રોજ 1971માં મુંબઈમાં થયો હતો. આદિત્યના બે લગ્ન થયા છે, જેમાં પહેલા લગ્ન પાયલ ખન્ના સાથે થયા અને 2009માં છૂટાછેડા પણ થઈ ગયા. ત્યારબાદ 2014માં રાની સાથે ફરી લગ્ન થયા.


બંનેના રિલેશનશિપની વાતો મીડિયામાં ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ બંનેએ આ વાતની જરાપણ જાણ કરી નહોતી. બંનેએ 2014માં ઈટાલીમાં લગ્ન કરી લીધા. તેમને એક દીકરી પણ છે જેનું નામ આદિરા છે. રાની અને આદિ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે યશને આ સંબંધ પસંદ નહોતો, આદિત્યના પપ્પા નહોતા ઈચ્છતા કે તે પાયલને છૂટાછેડા આપે. તે આદિત્ય અને રાનીના સંબંધને લઈ ખુશ નહોતા. તેના કારણે નારાજ થઈને આદિ ઘર છોડી હોટલમાં રહેવા જતો રહ્યો હતો. અંતે યશ ચોપરા હારી ગયા અને બંનેને લગ્ન માટે હા પાડી દીધી. 18 વર્ષની ઉંમરમાં જ આદિ પાપા યશની સાથે ફિલ્મી લાઈનમાં જોડાઈ ગયો હતો. આદિત્યએ યશ ચોપરાને ફિલ્મ ચાંદની, લમ્હે, અને ડરમાં સહાય કરી હતી. આદિત્યએ 23 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી હતી જેનું નામ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે હતી. આ ફિલ્મ બોલિવૂડની હિસ્ટ્રીમાં સુપરહિટ માનવામાં આવે છે. આદિત્યને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આદિત્યએ 1997માં યશ ચોપરાની દિલ તો પાગલ હૈની કહાની અને ડાયલોગ લખ્યા હતા. આ ફિલ્મને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આદિત્યએ બચ્ચન અને શાહરૂખને લઈને મોહબ્બતે બનાવી અને તેમાં તેના નાના ભાઈ ઉદય ચોપરાને પણ લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ બોક્સએફિસ પર હિટ રહી હતી.

Read Also

Related posts

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!