ફેબ્રુઆરી 2018માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિડલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ (ABIPBL) બહુ જલદી તેનો બિઝનેસ સમેટી રહી છે, ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર, કંપનીએ સ્વેચ્છાએ પોતાનો બિઝનેસ સમેટવાની અરજી કર્યા બાદ તેમના લોક્વિડેશન એટલે બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

રિઝર્વ બેન્કે એક નોટિફિકેશન બહાર પાડતાં કહ્યું, “આદિત્ય બિડલા આઈડિયા પેમેટ્સ બેન્ક લિમિટેડને સ્વેચ્છાએ લિક્વિડેટ કરવાની અરજી પર મુંબઈ હાઈ કોર્ટે 18 સપ્ટેમ્બર 2019ના રોજ આદેશ બહાર પાડ્યો છે.”

આરબીઆઈએ નોટિફિકેશનમાં જણવ્યું છે કે, મુંબઈ હાઇ કોર્ટે ડેલૉઇટ તાઉચે તોમસ્તુ ઈન્ડિયા (એલએલપી)ના વરિષ્ઠ નિર્દેશક વિજયકુમાર વી. અય્યરને આ માટે લિક્વિડેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે જુલાઇની શરૂઆતમાં આદિત્ય બિડલા આઈડિયા પેમેટ્સ બેન્કે પોતાનો બિઝનેસ સમેટવાની જાહેરાત કરી હતી. કંપનીએ આ માટે મુખ્ય કારણ અપ્રત્યાશિત ઘટનાક્રમના કારણે બિઝનેસ અવ્યવહારિક હોવાનું જણાવવામાં આવ્યું છે.

ત્યારબાદ ABIPBL એ તેમની ઓફિશિયલ વેબસાઇટ www.adityabirla.bank પર મેસેજ દ્વારા બિઝનેસ સમેટવાની માહિતી આપવામાં આવી હતી. આ મેસેજમાં ગ્રાહકો માટે લખવામાં આવ્યું છે કે, અમે તમને વિશ્વાસ અપાવવા ઈવ્છીએ છીએ કે, વેન્ક દ્વારા તમારી જમા રકમને પાછી આપવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

વેબસાઇટ પર ઉપલબ્ધ મેસેજમાં આગળ એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે તમને ઓનલાઇન/ મોબાઇલ બેંકિંગ / નજીકના બેકિંગ પોઇન્ટ પરથી જમા રકમને ટ્રાન્સફર કરાવવાની વિનંતિ કરીએ છીએ.

આ સાથે જ વેન્કે હેલ્પલાઇન નંબર 18002092265 આપવામાં આવ્યા છે. આ સિવાય vcare4u@adityabirlaa.bank પર ઈમેલ કરી માહિતી મેળવી શકાય છે, જોકે આવું પહેલી વાર નથી થયું કે, કોઇ કંપની તેની પેમેન્ટ બેન્કનો વિઝનેસ સમેટી રહી હોય.

આ પહેલાં ટેક મહિંદ્રા, ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઇનેન્સ કંપની, આઈડીએફસી બેન્ક અને ટેલીનોર ફાઇનેંશિયલ સર્વિસિસ પણ પેમેન્ટ બેન્કની સર્વિસ બંધ કરી ચૂકી છે, ભારતીય રિઝર્વ બેન્કે આ બધી જ કંપનીઓને પેમેન્ટ બેન્ક સર્વિસ માટે 2015 માં લાઇસેન્સ આપ્યાં હતાં.