યુપીની વિધાનસભા ચૂંટણીમાં ગયા વખતે કોંગ્રેસની ટિકિટ પરથી રાયબરેલી બેઠક જીતનાર ધારાસભ્ય અદિતિ સિંહ આ વખતે ભાજપમાં જોડાયા છે અને ભાજપે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપી છે. અદિતિ સિંહે સીધો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર હુમલો કરતા કહ્યુ છે કે, જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી.

અદિતિ સિંહ પહેલા આ બેઠક પર તેમના પિતા અખિલેશ સિંહ પાંચ વખત ધારાસભ્ય રહી ચુકયા છે.મીડિયા સાથે વાતચીતમાં અદિતિએ કહ્યુ હતુ કે, કોંગ્રેસે માની લીધુ છે કે, રાયબરેલી અ્ને અમે્ઠીની જનતા હવે તેમની સાથે નથી.કારણકે આ વિસ્તારમાં કોંગ્રેસે કશું કર્યુ નથી.

આ વખતે રાયબરેલીમાં ઈતિહાસ સર્જાશે અને પહેલી વખત કમળ ખીલશે. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસનો યુવતી છું અને લડી શકુ છું…નો નારો પણ સાવ પોકળ છે.પ્રિયંકા ગાંધી જો રાયબરેલીને હજી કોંગ્રેસનો ગઢ માનતા હોય તો અહીંથી મારી સામે ચૂંટણી લડે .એ પછી બધુ ક્લીયર થઈ જશે.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ