રાયબરેલીથી કોંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અદિતિ સિંહના લગ્ન પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે થવાના છે. 21 નવેમ્બરે આ બંન્ને લગ્નના પવિત્રમાં બંધાય જશે. જ્યારે બે દિવસ પછી એટલે કે 23 નવેમ્બરના રોજ રિસેપ્શન રાખવામાં આવશે.

મીડિયા સાથે વાતચીત કરતા અદિતીએ કહ્યું હતું કે, સમારંભમાં લગ્નના કાર્ડનું વિતરણ થઈ રહ્યું છે. અંગદ અને અદિતી 2017માં ધારાસભ્ય બન્યા હતા. બંન્ને રાજનીતિક પરિવારમાંથી આવે છે. અદિતી સિંહે ખાસ જણાવ્યું કે લગ્નમાં ખાસ મહેમાનો હાજર રહેશે. લગ્ન સમારંભને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

અદિતી સિંહ ઉત્તરપ્રદેશની સૌથી યુવા ધારાસભ્ય છે. 2017માં 90 હજારથી વધારે વોટ સાથે રાયબરેલીની સીટ પર તે જીતી હતી. તેના પિતા અખિલેશ કુમાર સિંહ પણ આ બેઠક પરથી પાંચ વખત જીતી ચૂક્યા છે. તો બીજી તરફ અંગદ સિંહ પણ 2017માં પંજાબની રાજનીતિમાં પગ મુક્યો હતો. ધારાસભ્ય અંગદ સિંહ દિલબાગ સિંહના પરિવારથી આવે છે. દિલબાગ સિંહ પણ નવાંશહર સીટથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે અદિતી સિંહનું નામ આ પહેલા રાહુલ ગાંધી સાથે જોડાયું હતું. એ સમયે અદિતીએ રાહુલ તેમના ભાઈ હોવાનું કહી સંબંધ પર ચોખવટ કરી હતી. જે પછી અદિતી સિંહ હવે અંગદ સાથે જન્મજન્મના બંધનમાં બંધાવા જઈ રહી છે.
READ ALSO
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ