GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સેક્સની ના પાડી તો આઠ મહિના બેકાર રહી હતી : અદિતી રાવ હૈદરી

મુંબઇ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો ઈશ્યૂ ખૂબ જુનો રહ્યો છે. અનેક એક્ટર્સ કાસ્ટિંગ કાઉચ સામે પોતાનો અવાજ ઉઠાવી ચૂક્યાં છે. ફરી એકવાર બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ સામે અનેક એક્ટ્રેસિસ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. ‘પદ્માવત’માં મહેરુન્નિસાના રોલમાં જોવા મળેલી અદિતી રાવ હૈદરીએ પણ પોતાની સાથે બનેલી ઘટનાનો અનુભવ શૅર કર્યો હતો.

અદિતી રાવ હૈદરીએ જણાવ્યું હતું કે, તેણે કાસ્ટિંગ કાઉચ સામે પ્રતિકાર કર્યો હતો અને જેના બદલામાં તેને નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં અદિતીએ કહ્યું કે,’હું જ્યારે મુંબઈ આવી હતી ત્યારે મને ચાર જ મહિનામાં કામ મળી ગયું હતું. પરંતુ આ પછી મારે કાસ્ટિંગ કાઉચનો સામનો પણ કરવો પડ્યો હતો.’

અદિતીએ જણાવ્યું કે, મે સમાધાન કરવાની ના પાડી તો મારે કામ ગુમાવવું પડ્યું હતું. હું ખૂબ જ રડી હતી. મને કામ ગુમાવવા પર રડવું નહોતું આવ્યું પરંતુ મને રડવું એટલા માટે આવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં યુવતીઓને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે.’ આ ઘટના પછી મને આઠ મહિના સુધી કામ નહોતું મળ્યું પરંતુ મને લાગે છે કે આ ઘટનાએ મને અંદરથી મજબૂત બનાવી હતી. હું સમજી ગઈ હતી કે મારે કેવી રીતે કામ કરવાનું છે.2013 મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. કારણકે આ જ વર્ષે મેં મારા પિતાને પણ ગુમાવ્યાં હતાં. જોકે, 2014થી મારા માટે સારી ઘટનાઓ થવાની શરૂ થઈ હતી.’

અદિતીએ કહ્યું કે મેં હંમેશા ઈન્ડસ્ટ્રીમાં પાવરના દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. પરંતુ કોઈનું નામ નથી લીધું. અદિતીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાત વર્ષ થઈ ચૂક્યાં છે. અદિતી રાવ હૈદરીએ ‘યે સાલી જિંદગી’થી ડેબ્યૂ કર્યું હતું.

Related posts

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

Karan

રમતના મેદાનને લઈને સરકારે જાહેર કરેલો પરિપત્ર માત્ર કાગળ પર, રાજ્યની સાડા પાંચ હજારથી વધુ શાળાઓમાં મેદાન જ નથી

Nilesh Jethva

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!