GSTV
Bollywood Entertainment Trending

રામની જન્મભૂમિ અયોધ્યામાં કરવામાં આવશે મચ અવેટેડ ફિલ્મ આદિપુરુષનું ગ્રાન્ડ પોસ્ટર અને ટીઝર લોન્ચ

ઓમ રાઉત તેમની આઈકોનિક ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ હીરો‘ની સફળતા બાદ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગદર્શક બની ગયા હતા. હવે ચાહકો તેમની આગામી ફિલ્મ ‘આદિપુરૂષ‘ની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની ફિલ્મની શાનદાર કાસ્ટના કારણે પણ લોકોને તેમાં ખૂબ જ રસ છે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ જોવા મળશે.

ઓમ રાઉતની આ ફિલ્મે શરૂઆતથી જ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આવામાં લાંબી રાહ જોયા બાદ આખરે ફિલ્મનું અવેઈટેડ ટીઝર અને પોસ્ટરને 2 ઓક્ટોબરના રોજ ભગવાન રામની પવિત્ર ભૂમિ અયોધ્યામાં સરયૂ નદીના તટ ઉપર રજૂ કરવામાં આવશે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં દિગ્દર્શક ઓમ રાઉચ અને નિર્માતા ભૂષણ કુમારની સાથે સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન પણ હાજર રહેશે. 

આ ફિલ્મ રામાયણના મહાકાવ્ય ઉપર આધારિત છે. તે અનિષ્ટ ઉપર ઈષ્ટની જીતને દર્શાવે છે. આવામાં ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ફિલ્મના ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બાબત ખૂબ જ ખાસ છે કારણ કે ધાર્મિક શહેર અયોધ્યામાં ભગવાન રામનું જન્મસ્થાન પણ છે. પોસ્ટર અને ટીઝર બંને ફિલ્મનું પેરામીટર દર્શાવશે. 

આદિપુરૂષ ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત ટી સીરીઝ અને રેટ્રોફાઈલ્સ દ્વારા નિર્મિત મેગા ભારતીય ફિલ્મ છે.  આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ આઈમેક્સ ઉપર 3Dમાં રિલીઝ થવા જઈ રહેલી એક વિઝ્યુઅલ એક્ટ્રાવેગેન્જા છે.

Related posts

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

Padma Patel

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL
GSTV