GSTV
Business Trending

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીના ડિરેક્ટર બોર્ડે અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઇએ) ની પેટાકંપનીને રૂ. 665 કરોડમાં 9.99 ટકા હિસ્સો વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ માહિતી કંપનીએ એક નિવેદનમાં જણાવી છે. આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ એ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ અને મોમેન્ટમ મેટ્રોપોલિટન સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે અને તેમાં બંનેનું શેરહોલ્ડિંગ અનુક્રમે 51 : 49ના ગુણોત્તરમાં છે.

આ સોદો ઇરડા સહિતની નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. આ સોદાને મંજૂરી મળતા આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સમાં એડીઆઇએ 9.99 ટકા હિસ્સો મેળવશે અને આ સાથે જ આદિત્ય બિરલા કેપિટલ અને એનએમએચ અનુક્રમે 45.91 ટકા અને 44.10 ટકા હિસ્સો ધરાવશે.

આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રૂ. 847.28 કરોડના પ્રીમિયમની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 71.86 ટકા વધુ છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ હેલ્થ પ્રિમિયમમાં રૂ. 1,740.62 કરોડની કમાણી કરી હતી.

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV