GSTV
Home » News » લોકસભામાં અધીર રંજન ચૌધરીના નાણામંત્રી પર આકરા પ્રહાર, ચર્ચા દરમ્યાન તેમને ગણાવ્યા “નિર્બળા”

લોકસભામાં અધીર રંજન ચૌધરીના નાણામંત્રી પર આકરા પ્રહાર, ચર્ચા દરમ્યાન તેમને ગણાવ્યા “નિર્બળા”

કોંગ્રેસના લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણી કરી તે પછી હવે નાણામંત્રી નિર્મલા સિતારામનને લગતા નિવેદનના કારણે હોબાળો શરૂ થયો છે. આૃધીર રંજન ચૌધરીએ નિર્મલાને નિર્બલા કહીને વિવાદ નોતર્યો છે.

લોકસભામાં કોર્પોરેટ ટેક્સને લગતી ચર્ચા થતી હતી. નાણામંત્રી નિર્મલા સિતારામને કોર્પોરેટ ટેક્સ મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું હતું. એ પછી કોંગ્રેસના સંસદીય દળના નેતા આૃધીર રંજન ચૌધરીએ નાણામંત્રીને જવાબ આપ્યો હતો. કોર્પોરેટ ટેક્સ બાબતે ચર્ચા ચાલતી હતી એ વખતે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે આપને બહુ સન્માન આપું છું, પણ ક્યારેય ક્યારેક મને લાગે છે કે તમે મંત્રીપદે હોવા છતાં ધાર્યું કશું જ કરી શકતા નથી એ જોઈને તમને નિર્મલાને બદલે નિર્બલા કહેવા જોઈએ.

તે પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરના સંકેત મળ્યા તે પછી ઘણી કંપનીઓ ચીનને છોડી રહી હતી. એ વખતે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો યોગ્ય સમય હતો.તે પછી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરી હતી અને અર્થતંત્રની સતત પીછેહઠ થઈ તે પાછળ સરકારની વર્તમાન નીતિઓમાં ખામી ગણાવી હતી. એ વખતે અધીર રંજન ચૌધરીના નિવેદનથી હોબાળો મચ્યો હતો. ભાજપના સાંસદોએ અધીર રંજનની માફીની માગણી કરી હતી.

અધીર રંજન વિવાદાસ્પદ નિવેદનો બદલ માફી માગે : ભાજપ

આૃધીર રંજન ચૌધરીએ આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે  ઘૂસપેઠિયા જેવો શબ્દ પ્રયોજ્યો હતો. એ પછી અધીર રંજન ચૌધરી ભાજપના નિશાના ઉપર આવ્યા હતા. એ નિવેદનની ભારે ટીકા થઈ હતી. ભાજપે પણ સોનિયા ગાંધીને ઘૂસણખોર કહીને ટીકા કરી હતી. બંને પક્ષના નેતાઓએ આ મુદ્દે એક-બીજા ઉપર પ્રહારો કર્યા હતા.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહેલાદ જોશીએ કહ્યું હતું કે અધીર રંજને વડાપ્રધાન અને ગૃહમંત્રીનું અપમાન કર્યું હોવાથી લોકસભામાં માફી માગવી જોઈએ. ભાજપના સાંસદોએ કોંગ્રેસના નેતા સામે દેખાવો કરતા અને સતત માફીની માગણી કરતા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહ મુલતવી રાખવું પડયું હતું.

READ ALSO

Related posts

બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ

Karan

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!