GSTV
Home » News » PM મોદી સફળ સેલ્સમેન, કોંગ્રેસ પોતાની પ્રોડક્ટ વેંચવામાં નિષ્ફળ રહિ તેથી હારી ગયા

PM મોદી સફળ સેલ્સમેન, કોંગ્રેસ પોતાની પ્રોડક્ટ વેંચવામાં નિષ્ફળ રહિ તેથી હારી ગયા

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી મોટા સેલ્સમેન છે, જે પોતાની પ્રોડક્ટ વેચવામાં સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પોતાનું ઉત્પાદન વેચવામાં નિષ્ફળ નિવડી છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણ દરમિયાન લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે, સરકારને પોતાની પ્રશંસા સાંભળવાનો નશો ચડ્યો છે, તેમજ તે ભૂતકાળની કોંગ્રેસની સરકારોની ઉપલબ્ધિઓ સ્વીકારવા માગતી નથી.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ભાજપની સત્તામાં વાપસી એટલા માટે થઇ છે કે, વડાપ્રધાન મોદી બહુ મોટા સેલ્સમેન છે. જ્યારે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પોતાની વાતો વ્યવસ્થિત રીતે બજારમાં લાવી શકી નહિં. તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન સેલ્સમેન છે, અમે અમારી પ્રોડક્ટ વેચવામા સફળ રહ્યા નથી. તેથી અમે લોકસભા ચૂંટણી હારી ગયા

મોદી સરકારને આડે હાથ લેતા ચૌધરીએ જણાવ્યું કે, દેશમાં દૂષ્કાળનાં ડાકલા વાગી રહ્યા છે, તેમ છતાં સરકારને કોઇ પણ પ્રકારની ચિંતા નથી. તેમણે કહ્યું કે, ભાજપનાં સાંસદોએ લોકોની સમસ્યા દુર કરવા માટે કોઇ પગલા ભર્યા નથી. તેમને લાગી રહ્યું છે કે પીએમ મોદી જ બધુ કામ કરશે. ચૌધરીએ જણાંવ્યું કે, ભાજપ સાંસદોને લાગે છે કે, મોદીનાં વખાણ કરવા પર્યાપ્ત છે, મોદી બાબા બધુ પાર લગાવશે.

મહત્વનું છે કે અધીર રંજન ચૌધરીએ ઓડિશાનાં ભાજપનાં સાંસદ અને કેન્દ્ર સરકારનાં મંત્રી પ્રતાપ સારગી પર પણ પ્રહારો કર્યા હતાં. પ્રતાપ સારંગીએ પીએમ મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!