GSTV
Gujarat Government Advertisement

અધિર રંજને જોરથી બોલવામાં બાફી માર્યું, પોતાના જ સાંસદોને ચોર કહી નાખ્યા

Last Updated on March 7, 2020 by Mayur

દિલ્હીમાં થયેલી હિંસાને લઇને સંસદમાં વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે સ્પીકરના ટેબલ પરથી કાગળ છીનવી લેવા અને બાદમાં તેને ફાડી નાખવા મામલે કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાંસદોને સસ્પેન્ડ કરી દેવાથી કોંગ્રેસના અન્ય નેતાઓ ભડક્યા હતા અને શુક્રવારે આ મામલે ભારે હંગામો થયો હતો. અધિર રંજન ચૌધરીએ સસ્પેન્ડ કરવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે પાકીટ ચોરોને(Thief) ફાંસી ન આપવાની હોય.

લોકસભામાં પોતાના ભાષણમાં ચૌધરીએ કહ્યું હતું કે ગઇ કાલે અમારા સાત સાંસદોને પુરા બજેટ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અમે નથી જાણી રહ્યા કે ક્યા આધાર પર આમ કરવામાં આવ્યું છે, આ કોઇ નાની વાત નથી, અમે માત્ર દિલ્હીમાં થયેલી હિંસા પર ચર્ચા કરવા માગીએ છીએ. બાદમાં સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ અધીર રંજનને જવાબ આપતા કહ્યું કે સરકાર કોઇ પણ સાંસદને સંસદથી બહાર નથી રાખવા માગતી, પણ કાલે જે થયું તે આઝાદ ભારતમાં ક્યારેય નથી થયું. જ્યારે અધિર રંજન ચૌધરીએ કહ્યું કે એક સાથે સાત સાંસદોને પક્ષમાંથી કાઢી મુકવા કોઇ નાની સુની વાત નથી.

પ્રદર્શનમાં અન્ય વિપક્ષના સાંસદો પણ સામેલ હતા પણ કાર્યવાહી માત્ર કોંગ્રેસ સાંસદોને લઇને જ કરવામાં આવી. સાથે જ ચૌધરીએ કહ્યું કે પોપ ઓફ ધી વેટિકનની જેમ કોંગ્રેસના સાંસદો આસનને સમ્માન આપે છે. બાદમાં ચૌધરીએ કહ્યું કે જે આધારે કાર્યવાહી કરવામાં આવી તેમાં કોઇ જ ચોક્કસ કારણ નથી જોવા મળી રહ્યું. કોઇ પાકેટ ચોર હોય તો તેને ફાંસીની સજા ન આપવી જોઇએ. બીજી તરફ પ્રહલાદ જોશીએ જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે યુપીએ સરકારના સમયે ભાજપના 45 સભ્યોને ચાલુ સત્રના બાકીના દિવસો સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, સંસદના નિયમ અનુસાર આ બધી કાર્યવાહી કરાઇ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!