લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો છે. સરકાર દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાથી અધીર રંજન ચૌધરીએ ડિનરનો બોયકોટ કર્યો છે.
સોનિયા ગાંધીને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું ?
સાથે જ તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આથી ભારત તેમના માટે ભવ્ય ડિનરનું આયોજન કરશે. પરંતુ આ સમારોહમાં વિપક્ષને જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. ટ્રમ્પ સાથે ડિનર માટે સોનિયા ગાંધીને કેમ આમંત્રણ નથી અપાયું તેવો સવાલ અધીર રંજન ચૌધરીએ ઉઠાવ્યો.

અહીં તો ફક્ત મોદી અને ટ્રમ્પ જ છે
તેમણે હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાઉડી મોદીમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ એમ બંનેએ સ્ટેજ શેર કર્યું હતું. પરંતુ અહીં ફક્ત મોદી અને ટ્રમ્પ જ સાથે હશે. આ ક્યા પ્રકારનું લોકતંત્ર છે.
READ ALSO
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત