GSTV
Gujarat Government Advertisement

જરૂર વાંચો / ભૂલથી પણ બેંકના આ મેસેજને ઇગનોર ના કરતા, નહીંતર થઇ શકે છે દંડ! જલદી જુઓ બધી ડિટેલ

Last Updated on May 12, 2021 by Bansari

શું તમે તમારા પાન કાર્ડને આધારથી લિંક કરાવ્યું છે? જો નથી કરાવ્યું તો તરત પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવી લો, કારણ કે હવે તારીખ આગળ નહીં વધે અને તમને દંડ થઇ શકે છે. હવે બેંક પણ પાનને આધાર સાથે લિંક કરાવવા માટે એસએમએસ અને મેલ કરી રહી છે. આવામાં તમારી બેંક તમને PAN-Aadhaar સંબંધિત કોઈ મેસેજ અથવા ઈમેલ મોકલે છે, તો તેને ઇગનોર ના કરો. હવે લિંક ના કરવા પર દંડ આપવો પડશે.

AADHAR

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન-આધારને લિંક કરવાની છેલ્લી તારીખને વધારી 30 જૂન 2021 કરી છે. જોકે ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓનું કહેવુ છે કે આ છેલ્લી વખત છે, જ્યારે લિંકિંગની તારીખ વધારવામાં આવી છે. અત્યારે પણ જે લોકોએ આધાર-પાન લિંક નથી કરાવ્યા, તેમને ભારે દંડ થઇ શકે છે. અધિકારી મુજબ ટેક્સપેયર્સને વારંવાર પાન આધાર લિંક કરાવવાનો સમય આપવામાં આવી રહ્યો છે,

1000 રૂપિયા સુધીનો દંડ

જો તમે 30 જૂન 2021 સુધી પાન-આધાર લિંક નથી કરાવતા, તો તમને 1 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. તાજેતરમાં જ સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા ઇનકમ ટેક્સ એક્ટ 1961માં ફેરફાર કરી દંડની જોગવાઇ કરવામાં આવી છે.

પાનકાર્ડ-આધારકાર્ડ માટેની પ્રોસેસ

તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં તે જાણવા માટે તમે ઈન્કમટેક્ષની વેબસાઈટ પર તપાસ કરી શકો છો. સૌથી પહેલા વેબસાઈટ પર ગયા પછી આધારકાર્ડમાં આપેલું નામ દાખલ કરો, ત્યાર પછી પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. આધાર કાર્ડ વાળા ઓપશનમાં જન્મ તારીખ અને વર્ષ મેન્શન કરો. ત્યારે પછી નીચે આપેલા કૈપ્ચા કોર્ડ દાખલ કરી એન્ટર દબાવો હવે આધાર બટન પર ક્લિક કરો આ પ્રક્રિયા કરવાથી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે.

pan

SMS કરી પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક કરવાની રીત

જો તમારે મેસેજ મોકલી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું છે. તો તેના માટે પણ અંહી પ્રોસેસ આપવામાં આવી છે. એના માટે સૌથી પહેલા તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી 12 આંકડાવાળો આધાર કાર્ડ દાખલ કરો હવે 10 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો. હવે સ્ટેપ એકમાં જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર મેસેજ સેન્ટ કરી દો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!