જો તમે પણ આધાર કાર્ડ બનાવવા માંગો છો તો તમને જણાવી દઈએ કે તેને બનાવવા માટે કેટલાક નિયમો બદલાયા છે. નવજાત બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી આધાર કાર્ડ બનાવી શકાય છે. હોસ્પિટલમાં બાળકોની સારવારથી લઈને શાળામાં એડમિશન સુધી તેની જરૂર છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવવા માંગો છો, તો જાણો નવા નિયમો. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે ફિંગર પ્રિન્ટ અને આઇ સ્કેન કરવામાં આવશે નહીં, પરંતુ જ્યારે તેઓ પાંચ વર્ષથી વધુ ઉંમરના હોય ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત રહેશે.

આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી છે, તો તમારે આધાર બનાવવા માટે બાળકના જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે.
- જો બર્થ સર્ટિફિકેટ ન હોય તો બાળકના માતા-પિતામાંથી કોઈપણ એકનું આધાર કાર્ડ માન્ય ગણાશે.
- જો માતા-પિતા પાસે આધાર કાર્ડ નથી, તો આવી સ્થિતિમાં અરજી રદ કરવામાં આવે છે.
- 5 વર્ષથી નીચેના બાળકોની બાયોમેટ્રિક ડિટેલ્સ લેવામાં આવતી નથી. આવા અરજદારોના માત્ર ફોટોગ્રાફ પૂરતા છે.
- બીજી તરફ જો બાળકની ઉંમર 5 વર્ષથી વધુ હોય તો બાયોમેટ્રિક રેકોર્ડ અપડેટ કરવાનો રહેશે.
- આમાં બાળકોની દસ આંગળીઓના ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ આપવાનું ફરજિયાત છે. 15 વર્ષ પછી તેને ફરી એકવાર અપડેટ કરવું પડશે.
- જો બાળકની ઉંમર પાંચ વર્ષથી વધુ હોય, તો તેના માટે તમારે જન્મ પ્રમાણપત્ર, શાળાનું ઓળખ પત્ર અને ગ્રામ પ્રધાનના લેટરની નકલની જરૂર છે.
- સ્કૂલ આઈડી ન હોય તો, શાળાના લેટર હેડ પર ઘોષણાપત્ર લેખિતમાં સબમિટ કરવાનું રહેશે.
- આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા આ તમામ ડોક્યુમેન્ટ્સ એકઠા કરી લો.

આ રીતે બનાવો આધાર કાર્ડ
- બાળકનું આધાર કાર્ડ મેળવવા માટે, તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો અને એનરોલમેન્ટ ફોર્મ ભરો.
- એનરોલમેન્ટ ફોર્મમાં એડ્રેસ પ્રૂફ માટે માતા-પિતાનો આધાર નંબર અને તેના પર દર્શાવેલ સરનામું ભરો.
- બાળકનું જન્મ પ્રમાણપત્ર સબમિટ કરો. આ ફોર્મ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાનું રહેશે, ત્યારબાદ બાળકનો ફોટો લેવામાં આવશે.
- જો બાળકની ઉંમર પાંચ વર્ષથી વધુ હોય તો ફોર્મ સબમિટ કર્યા બાદ બાળકનો બાયોમેટ્રિક રેકોર્ડ નોંધવામાં આવશે. જો બાળક 5 વર્ષથી ઓછું હોય, તો ફોટોગ્રાફ પૂરતો છે.
- જ્યારે આ પ્રોસેસ પૂરી થઈ જશે ત્યારે એક એનરોલમેન્ટ સ્લિપ જનરેટ કરવામાં આવશે અને તમને આપવામાં આવશે. તેના પર એનરોલમેન્ટ આઈડી, નંબર અને તારીખ નાખવામાં આવશે.
- આ એનરોલમેન્ટ આઈડીની મદદથી તમે આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશો.
- આધાર રજીસ્ટ્રેશનના 90 દિવસની અંદર અરજદારના ઘરે પોસ્ટ દ્વારા આધાર કાર્ડ મોકલવામાં આવે છે.
આધાર કાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે, UIDAI વેબસાઇટ uidai.gov.in પર જાઓ અને એનરોલમેન્ટ નંબર, તારીખ અને સમય એન્ટર કરો. અરજી કર્યા બાદ 25 30 પછી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

Read Also
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી
- રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR