આધારથી સરકારે બચાવ્યા 9 અબજ ડૉલર: નંદન નીલેકણી

આધાર કાર્ડ બનાવનાર યુઆડીડીએઆઇના પૂર્વ ચેરમેન નંદન નીલેકણીએ કહ્યું છે કે, ભારત સરકારની આધાર કાર્ડ યોજનાએ લગભગ એક અબજ લોકોને જોડ્યા છે. આધાર થકી નકલી લાભાર્થીઓને હટાવવાથી સરકારી તિજોરીના 9 અબજ ડૉલર બચ્યા છે.

વર્લ્ડ બેન્ક પેનલમાં ડિજિટલ ઇકોનોમી પર ચર્ચા દરમિયાન સંબોધન કરતા 62 વર્ષિય નીલેકણીએ કહ્યું કે, આ યોજનાને યૂપીએ સરકારે લોન્ચ કરી હતી પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ તેને સફળ રીતે આગળ વધારી છે. નીલેકણીએ કહ્યું કે, વિકાસશીલ દેશો માટે યોગ્ય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું આસાન છે. આધાર કાર્ડ હવે 100 કરોડ લોકોની પાસે હાજર છે.

તેમણે દાવો કર્યો કે, આધાર કાર્ડના યૂરિક નંબર હોવાના કારણે હવે લોકો પોતાની ઓળખ કરી શકે છે. જેનાથી પૈસા સીધા તેમના ખાતામાં જમા થાય છે. દેશમાં લગભગ 50 કરોડ લોકોએ પોતાના આઇડીને બેન્ક ખાતા સાથે જોડ્યા છે. ભારત સરકાર લગભગ 12 અબજ ડૉલર સીધા બેન્ક ખાતાઓમાં મોકલી રહી છે, જો કે, દુનિયાની સૌથી મોટી કેશ ટ્રાન્સફર સિસ્ટમ છે. તેમણે એમ પણ કહ્યું કે, ડેટા ઇકોનોમીના ક્ષેત્રમાં આઇડેન્ટિી, પેપરલેસ ટ્રાન્જેક્શનનું હોવું ઘણું જરૂરી છે. આ કામ ભારત જ કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter