GSTV

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

આધાર કાર્ડ

Last Updated on August 2, 2021 by Damini Patel

આધાર કાર્ડ આજના સમયમાં ભારતમાં એક અનિવાર્ય દસ્તાવેજ છે. આધાર વગર કોઈ પણ સરકારી કામ અથવા પ્રાઇવેટ કામ કરવું ખુબ મુશ્કેલ છે. બેન્કિંગથી લઇ ટિકિટ અને દરેક જરૂરી કામ માટે આધાર કાર્ડ હોવો જરૂરી છે. એ જ કારણ છે કે આધારને લઇ લોકોમાં હવે જાગૃકતા આવી રહી છે. આધારના કારણે કોઈ કામ અટકે નહિ એના માટે આધાર જારી કરવા વાળી સંસ્થા UIDAIએ એક નિયમમાં ફેરફાર કર્યા છે. UIDAIએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે હવે લોકો આધાર કાર્ડ નહિ હોવા પર આ ઓપ્શન યુઝ કરી પોતાનું જરૂરી કામ પૂરું કરી શકે છે.

આ ડોક્યુમેન્ટ્સને પણ કરી શકો છો યુઝ

આધાર

ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણ(UIDAI) અનુસાર, જો તમારો આધાર લેટર, ઈ-આધાર, એમઆધાર અને આધાર PVC કાર્ડ છે તો આ તમામ રૂપથી માન્ય અને સ્વીકાર્ય છે. એટલે હવે તમે આને આધાર તરીકે યુઝ કરી શકો છો.

આધાર લેટર, ઈ-આધાર, એમઆધાર સાથે જોડયેલ ખાસ વાત

આધાર પત્ર પર આધાર

જો આધાર પત્ર અથવા કોઈપણ સામાન્ય કાગળ પર આધાર ડાઉનલોડ કરવામાં આવ્યું હોય, તો પણ આ આધાર સંપૂર્ણપણે માન્ય છે. જો કોઈ વ્યક્તિ પાસે કાગળનું આધાર કાર્ડ છે તો તેના માટે તેનું આધાર કાર્ડ લેમિનેટ કરાવવું અથવા પૈસા ચૂકવીને કહેવાતા સ્માર્ટ કાર્ડ મેળવવું ફરજિયાત નથી.

આધાર

મફતમાં આધાર ડાઉનલોડ કરો

જો ક્યારેય તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે તમારા આધાર કાર્ડને https://eaadhaar.uidai.gov.in પરથી કોઈપણ ચાર્જ વગર ડાઉનલોડ કરી શકો છો. તેને પ્લાસ્ટિક/પીવીસી પર છાપવાની જરૂર નથી.

mAadhaar

આ આધારની સત્તાવાર એપ છે. આ એપની મદદથી તમે તમારા આધારને સુરક્ષિત રાખી શકો છો. જો તમારી પાસે ક્યારેય આધાર કાર્ડ ન હોય તો તમે mAadhaar નો ઉપયોગ કરીને તમારું કામ કરી શકો છો. આ એપ્લિકેશન સાથે, તમને 35 થી વધુ આધાર સંબંધિત સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!