GSTV
Home » News » એડિલેડ ટેસ્ટ બાદ કેમ થઇ રહી છે ચેતેશ્વર પૂજારાની રાહુલ દ્રવિડ સાથે તુલના?

એડિલેડ ટેસ્ટ બાદ કેમ થઇ રહી છે ચેતેશ્વર પૂજારાની રાહુલ દ્રવિડ સાથે તુલના?

ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાના ધુરંધર બેટ્સમેનોને ઘૂંટણિયે ટેકવીને એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધી હતી. ભારતે ચાર મેચોની સીરીઝમાં 1-0થી સરસાઇ મેળવી છે. આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ચેતેશ્વર પૂજારાએ નિભાવી છે. જેની તુલના ભારતીય ટીમના દીવાર કહેવાતા રાહુલ દ્રવિડ સાથે થઇ રહી છે. પૂજારાએ ભારતની પ્રથમ ઈનિંગમાં 123 રનની તોફાની બેટિંગ કરીને ભારતીય ટીમનો 250 રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. ભારતની બીજી ઈનિંગમાં પણ ચેતેશ્વર પૂજારાએ 71 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પૂજારાને ‘મેન ઑફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો.

શું છે પૂજારાનું દ્રવિડ કનેક્શન?

પૂજારા અને દ્રવિડની વચ્ચે એક વાત સામાન્ય છે. 2003માં એડિલેડમાં જ રાહુલ દ્રવિડે ભારતીય ટીમને સન્માનજનક વિજય અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાને એડિલેડ ઓવલમાં 15 વર્ષ બાદ જીત મળી છે. દ્રવિડે ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી યાદગાર જીત અપાવી હતી.

એડિલેડમાં જીતેલ પ્રથમ ટેસ્ટના હીરો દ્રવિડ રહ્યા હતાં. દ્રવિડે 2003માં 12 થી 16 ડિસેમ્બર વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચની સીરીઝ (2003/04)ની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાની સદી પૂર્ણ કરી હતી અને પછીના દિવસે 233 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતાં. દ્રવિડની તોફાની ઈનિંગને કારણે ભારતનો સ્કોર 523 રન નોંધાયો હતો. જોકે, ઓસ્ટ્રેલિયન ટીમને 33 રનથી પરાજયનો સામનો કર્યો હતો. ત્યારબાદ અજીત અગરકરની ઘાતક બોલિંગ (6-41)ને કારણે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 196 પર સમેટાઇ ગઇ હતી.

બીજા દાવમાં અણનમ 72 રનની ઈનિંગ રમીને દ્રવિડે ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી વિજય અપાવ્યો હતો. જીતવા માટે મળેલા 230 રનોનું લક્ષ્ય ભારતે 6 વિકેટ ગુમાવીને (233/6) જીત હાંસલ કરી હતી.

READ ALSO

Related posts

એક વર્ષ પહેલાં 23મેએ જ સાથે દેખાયા હતા વિપક્ષી દિગ્ગજો, આજે છે ખરાબ હાલત

Mansi Patel

પીએમ બનવાની દોડાદોડીમાં સીએમ પણ ન રહ્યાં : આપી દેવું પડ્યું રાજીનામુ

Nilesh Jethva

ટ્વીટર પર આવ્યું જોક્સનું ઘોડાપુર, ‘નરેન્દ્ર મોદીએ થેનોસ બની વિપક્ષને એક ચપટીમાં ગાયબ કરી નાખી ’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!