GSTV

INDvAUS: ઓસ્ટ્રેલિયા લક્ષ્યથી 219 રન દૂર, ભારતને જીતવા માટે જોઈએ 6 વિકેટ

Last Updated on December 9, 2018 by

એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પક્કડ બનાવી લીધી છે. પોતાની બીજી ઈનિંગમાં 323 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ચોથા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી ચાર વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. તો ઓસ્ટ્રેલિયન ટીમ હજી લક્ષ્યથી 219 રન દૂર છે અને તેના હાથમાં 6 વિકેટ છે. જો ભારતે આ મેચ જીતવી હોય તો પાંચમા દિવસે છ વિકેટ લેવી પડે. મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચ બચાવવા માટે મહત્વપૂર્ણ સંઘર્ષ કરવો પડી શકે છે. ચોથા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી શેન માર્શ 31 અને ટ્રેવિસ હેડ 11 રન બનાવી નોટઆઇટ રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઓવરમાં તે સમયે રાહત મળી, જ્યારે ઈશાન્ત શર્માની બોલે આરોન ફિંચને એલબીડબ્લ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, રિવ્યૂમાં સ્પષ્ટ થયુ છે કે ઈશાન્તનો પગ ક્રીજથી આગળ હતો અને તેથી આ નો-બૉલ હતો. જોકે, નસીબના સહારે બચનારા ફિંચ વધુ સમય સુધી ટકી શક્યા નહોતાં અને 11 રન બનાવીને આરોન ફિંચ આઉટ થયા હતાં. ઋષભ પંતે કેચ પકડી લેતા તેઓ પેવેલિયન ભેગા થયા હતાં. ઓસ્ટ્રેલિયન ટીમે ટી બ્રેક સુધી 1 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા હતાં.

ખ્વાજા અને માર્કસ હેરિસ પણ ટકી શક્યા નહોતાં

ત્યારબાદ બીજી વિકેટ માટે માર્કસ હેરિસ અને ઉસ્માન ખ્વાજાએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટી-બ્રેક બાદ ભારતીય બોલર મોહમ્મદ શમીની બોલિંગમાં હેરિસે સંયમ ગુમાવ્યો અને બહાર જઇ રહેલી બોલમાં પોતાનું બેટ અડાવી બેઠા અને પાછળથી વિકેટ કીપર ઋષભ પંતે કેચ પકડી લેતા તેઓ આઉટ થયાં. ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝાટકો ઉસ્માન ખ્વાજાના રૂપમાં લાગ્યો. જ્યારે રવિચંદ્રન અશ્વિનની સ્પિન બોલ ખ્વાજાએ રમતા તેઓ ભરાયા હતાં અને ડીપ કવરમાં રોહિત શર્માએ કેચ પકડી લેતા તેઓ પણ પેવેલિયન ભેગા થયા હતાં.

યજમાન ટીમના પ્રશંસકોને પીટર હેન્ડ્સકૉમ્બ અને શેન માર્શ પર આશા હતી. તેમણે થોડો સમય સુધી મેદાનમાં બેટિંગ પણ કરી હતી, પરંતુ આખરે શમીની બોલિંગમાં હેન્ડ્સકોમ્બ ભરાયા અને મિડવિકેટમાં ફસાઇ ગયાં.

બીજી ઈનિંગમાં પૂજારા અને રહાણેએ અર્ધસદી બનાવી

ચેતેશ્વર પૂજારા (71) અને અજિંક્ય રહાણે (70)ની તોફાની ઈનિંગના સથવારે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે પોતાની બીજી ઈનિંગમાં 307 રનનો સ્કોર બનાવ્યો. એડિલેડ ઓવલ મેદાન પર મેચમાં આ ઈનિંગના કારણે ભારતે યજમાન ટીમને ઓસ્ટ્રેલિયાને 323 રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો.

READ ALSO

Related posts

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!