GSTV

ખાસ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકો ગાંધીજીના અહિંસા મંત્રને કાયમ યાદ રાખે, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Last Updated on January 25, 2020 by Pravin Makwana

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશનો સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દશે અને વિદેશમાં વસતા ભારતના તમામ નાગરિકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં જ રાષ્ટ્રપતિએ સરકારની અનેક યોજનાઓ જેવી કે, ઉજ્જલા યોજના, આયુષ્યમાન યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હવે કરોડો દેશવાસીઓ તેનો લાભ લઈ રહ્યા છે. તેમણે ઈસરોના પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે, આજે ઈસરોની ઉપલ્બધીઓ પર આપણને સૌને ગર્વ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું હતું કે, કોઈ પણ હેતું માટે સંઘર્ષ કરનારા લોકો ખાસ કરીને યુવાનોને ગાંધીની અહિંસાનો મંત્ર સદાયે યાદ રાખવો જોઈએ. જે સમગ્ર માનવ જાતને અમૂલ્ય ભેટ છે. રાષ્ટ્રપતિએ યુવાનો અને લોકોને સામાજિક તથા આર્થિક ઉદેશ્ય માટે સંવૈધાનિક ઉપાય અપનાવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે, આ સદીમાં જન્મેલા યુવાનો, આગળ આવીને રાષ્ટ્રીય વિચાર-પ્રવાહમાં પોતાની ભાગીદારી નોંધાવે અને મને આ યુવાનોમાં એક નવા ભારતની ઝલક જોવા મળી રહી છે.

રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં સત્તા અને વિપક્ષ બંનેની ભૂમિકા મહત્વની હોય છે. ત્યારે આવા સમયે રાજકીય વિચારોની અભિવ્યક્તિની સાથે સાથે દેશના સમગ્ર વિકાસ અને તમામ દેશવાસીઓના કલ્યાણ માટે બંનેએ મળીને આગળ વધવું જોઈએ. તેમણે આગળ જણાવ્યું હતું કે, આપણું સંવિધાન સ્વતંત્ર લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે આપણને અધિકાર આપે છે પણ સાથે સાથે આપણને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુખ્ય સ્તંભોનું હંમેશા પાલન કરવાની જવાબદારી પણ આપે છે. આપણે આપણા રાષ્ટ્રપિતાના જીવન મૂલ્યોને યાદ રાખવા જોઈએ. સંવૈધાનિક આદર્શોનું પાલન કરવું જોઈએ.

કોવિંદે આગળ જણાવ્યું કે, વિકાસ પથ પર આગળ વધતા આપણો દેશ અને આપણે દેશવાસીઓ, વિશ્વ સમુદાયની સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છીએ. જેથી આપણું અને સમગ્ર માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સમૃદ્ધશાળી બને. આપણે દેશમાં સતત નિરંતર વિકાસ કરવા માટે કાર્યરત છીએ. રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે સુદ્રઢ આંતરિક વ્યવસ્થાનું હોવું જરૂરી છે. એટલા માટે સરકારને આંતરિક સુરક્ષાને વધું મજબૂત બનાવવા માટે જરૂરી પગલા ભરવા જોઈએ. પ્રવાસી ભારતીઓએ પણ આપણને ગૌરવ અપાવ્યું છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!