GSTV

પાક પીએમ ઈમરાન ખાન : દેશમાં આતંકવાદને નાથવા માટે સરકાર પુરતા પ્રયાસ કરશે

પાકિસ્તાનના પીએમ બનતાની સાથે ઈમરાન ખાને આતંકવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનને સંબોધતા ઈમરાન ખાને જણાવ્યુ કે, દેશમાં આતંકવાદને નાથવા માટે સરકાર પુરતા પ્રયાસ કરશે. ઈમરાન ખાનના સંબોધનમાં ગરીબી, બેકારી, ખેડૂત, યુવાન અને પીએમ મોદીની યોજનાની ઝાંખી જોવા મળી હતી. ઈમરાના ખાને જણાવ્યુ કે, સરકાર પાડોસી દેશ સાથે સંબંધ સુધારવા માગે છે. ઈમરાન ખાને પાકિસ્તાનના આર્થિક સંકટ મામલે પાકિસ્તાનની પૂર્વ સરકાર પર નિશાન સાધ્યુ હતું. દેશના માથે 28 હજાર અરબ રૂપિયાનું દેવું છે. પાકિસ્તાન દેવાના કારણે 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. ઈમરાન ખાને કહ્યુ કે, પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા કામ કરવામાં આવશે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગૃહમંત્રાલય પોતાની પાસે રાખ્યુ છે. ઈમરાન ખાને પાકિસ્તાનમાં ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કરવાની તૈયારી કરી છે. ઈમરાન ખાને પોતાના સંબોધનમાં સ્વાસ્થ્યને લગતી સુવિધા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!