આજથી પીએમ મોદી વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો કરશે આરંભ

પીએમ નરેન્દ્ર મોદીએ આજથી વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો આરંભ કરશે. તેઓ આજે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચારનું બ્યૂલગ ફુંકશે. તેઓ જગદલપુરમાં ચૂંટણી સભાને સંબોધશે. લોકસભા ચૂંટણી પહેલા પાંચ  રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ,રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીને સેમીફાઈનલના રૂપે જોવામાં આવી રહી છે. જેથી ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે. 

PM મોદી મધ્યપ્રદેશમાં 9થી 10, રાજસ્થાનમાં 7થી 8, છત્તીસગઢના બીજા ચરણમાં અને તેલંગણામાં 3થી 4 રેલીઓને સંબોધિત કરી શકશે. PM મોદી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર 15નવેમ્બર પછી શરૂ કરશે. વડાપ્રધાન 12નવેમ્બરે વારાણસી, 13-15 નવેમ્બરે ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા સિંગાપુર જશે. 26 નવેમ્બરે  મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ રાજસ્થાન, તેલંગણામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. રાજસ્થાન અને તેલંગણામાં 7 ડિસેમ્બરે ચૂંટણી છે.

છત્તીસગઢમાંયોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાનમાંપુરી તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢના વોટરોને પોતપોતાની પાર્ટીનાઉમેદવારોને જીતાડવા માટે વોટ માગી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્સલગ્રસ્તવિસ્તાર બસ્તરમાં ચૂંટણી પ્રચાર કરશે.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારમાટે પહેલીવાર છત્તીસગઢ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયાર વાગ્યે અને વીસમિનિટે રાયપુર એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા જગદલપુર જવા માટેરવાના થશે. જગદલપુરમાં જાહેરસભા કર્યા બાદ વડાપ્રધાન મોદી બે વાગ્યે અને પાંચમિનિટે અહીંથી રવાના થશે. વડાપ્રધાન મોદી સવા ત્રણ વાગ્યે રાયપુર પહોંચશે અનેત્યાંથી સાડા ત્રણ વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન મોદીનીજાહેરસભામાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહ પણ હાજર રહેશે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter