GSTV

એલઆરડી ભરતી બોર્ડની પરીક્ષાની તારીખોમાં વિસંગતતા, એડિશનલ ડીજીપીએ ટ્વીટ કરીને કહ્યું: આ કોલ લેટર માન્ય રહેશે, બીજો કોલલેટર કેન્સલ

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

એલઆરડી ભરતી બોર્ડની પરીક્ષા માટે ઓજસની વેબસાઈટ તથા એપ્લિકેશનની તારીખમાં વિસંગતતા પર એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે, બે કોલલેટર મળ્યા હોય તેમને પહેલા કોલલેટરને ફોલો કરવાનો રહેશે. અને બીજો કોલલેટર રદ કરવા બોર્ડને અરજી કરવાની રહેશે.

એલઆરડી

ઉલ્લેખનિય છે કે, સરકારી વેબસાઈટ ઓજસ અને ઓજસની મોબાઈલ એપ્લિકેશનમાં વિભિન્નતા જોવા મળી રહી છે. એક જ ઉમેદવારની શારીરિક કસોટીઓની તારીખમાં ફેરફાર જોવા મળી.

ઓજસની સરકારી વેબસાઈટમાં એક જ ઉમેદવારની શારીરિક કસોટીની તારીખ જે બતાવાવમાં આવી રહી છે તેના તેજ ઉમેદવારની શારીરિક કસોટી માટેની તારીખ મોબાઈલ એપ્લિકેશનમાં અલગ બતાવી રહી છે. જેથી ઉમેદવારો ચિંતિત બન્યા પણ તેના પર આઈપીએસ હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt

કહેર/ કોરોનાની થર્ડ વેવથી પોલીસ બેડામાં ફફડાટ, 1500થી વધુ કર્મીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થતાં તંત્ર એલર્ટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!