GSTV

ખેડૂતો માટે સારા સમાચાર / પીએમ સમ્માન નિધિ સિવાય પણ દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે યોજના

કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (સીએસીપી)એ કેન્દ્ર સરકારને પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) ઉપરાંત ખેડૂતોને 5000 રૂપિયા આપવાની ભલામણ કરી છે. આયોગે કહ્યું છે કે ખેડુતોને દર વર્ષે ખાતરની સબસિડી રૂપે 5,000,૦૦૦ રૂપિયાની રોકડ ખાતર સબસિડી આપવામાં આવે. કમિશને ભલામણ કરી છે કે આ રકમ બે વારમાં સીધા ખેડૂતોના બેંક ખાતાઓ (ડીબીટી) માં ટ્રાન્સફર કરી શકાય છે. આ અંતર્ગત ખરીફ પાકમાં રૂ .2,500 અને રવી પાકની સીઝનમાં 2,500 રૂપિયા આપી શકાય છે.

ફર્ટિલાઈઝર કંપનીઓને સબ્સિડિ દેવાનું બંધ કરશે કેન્દ્ર

કૃષિ ઉત્પાદકોના ન્યુનતમ સમર્થન મુલ્ય ઉપર કેન્દ્ર સરકારને સલાહ દેનારા આયોગની ભલામણને માની લેવામાં આવી છે. તો ખેડૂતોને પીએમ સમ્માન નિધિના વર્ષના 6000રૂપિયા સિવાય 5000 રૂપિયાના ફર્ટિલાઈઝર સબ્સિડિ પણ સીધી એકાઉન્ટમાં મળવા લાગશે. તેમજ ફર્ટિલાઈઝર સબ્સિડિ સીધી જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે, તે કેન્દ્ર સરકાર અત્યારે કંપનીઓને સસ્તું ફર્ટિલાઈઝર વેચવા માટે દેવામાં આવતી સબ્સિડિને પૂર્ણ કરી શકે છે.

તો સરકાર ખેડૂતોને દર વર્ષે દેશે કુલ 11000 રૂપિયા

ફર્ટિલાઈઝર કંપનીઓને મળનારી સબ્સિડીના કારણે ખેડૂતોને આ સમયે બજારમાં યુરીયા અને P&K ફર્ટિલાઈઝર સસ્તા ભાવ ઉપર મળે છે. તેના અવેજમાં સરકાર એક્ચ્યુઅલ પ્રાઈઝ અને છુટની સાથે નિર્ધારિત કિંમતના અંતરના બરાબરની રકમ કંપનીઓને આપે છે. સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ત્રણ વખથ 2000-2000 રૂપિયા ખેડૂતોને આપે છે. અત્યારસુધીમાં 9 કરોડ ખેડૂતોએ આ યોજનામાં રજીસ્ટર્ડ છએ. જો ભલામણ માનવામાં આવી તો સરકાર ફર્ટિલાઈઝર સબ્સિડીની સાથે દર વર્ષે ખેડૂતોને 11000 રૂપિયા આપશે.

Related posts

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari

લૂડો ફિલ્મમાં અભિષેક બચ્ચન આ લૂકમાં જોવા મળશે, એક્ટરે દેખાડી ઝલક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!