GSTV

ઝટકો / હવે ATM માંથી 5000 કરતા વધારે રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ, આવી રહ્યાં છે નવા નિયમો

કોરોના સંકટ વચ્ચે બેંક ગ્રાહકોને એક મોટો ઝાટકો આપવા માટે જઈ રહી છે. હવે બેંક એટીએમમાંથી પાંચ હજાર કરતા વધારે રોકડ કાઢવા ઉપર તમારે એકસ્ટ્રા ચાર્જ દેવો પડી શકે છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હજુ તેના ઉપર વિચાર કરી રહી છે.

કમિટી બનાવી થઈ રહી છે ચર્ચા

આરબીઆઈએ એટીએમ ચાર્જ ઉપર પૂનર્વિચાર માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં એટીએમમાંથી એક વખતમાં પાંચ હજાર રૂપિયાની રોકડ કાઢવા ઉપર ફી વસુલવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, આરબીઆઈ ઈચ્છે છે કે, ગ્રાહકો વધારેમાં વધારે લેણદેણ ઓનલાઈન કરે. એટીએમનો ઉપયોગ માત્ર પૈસા જમા કરવા માટે કરે. સાથે જ આરબીઆઈ મોટા શહેરોમાં એટીએમની સંખ્યા ઓછી કરીને 10 લાખથી ઓછી જનસંખ્યા ધરાવતા નાના શહેરોમાં એટીએમ ચલાવવા માંગે છે.

5000થી વધારે રોકડ કાઢવા ઉપર 24 રૂપિયા લાગશે ચાર્જ

જો કમિટીની ભલામણ માની લેવામાં આવે છે તો એટીએમમાંથી એક વખતમાં પાંચ હજાર રૂપિયાના ઉપાડ ઉપર બેંક ગ્રાહક પાસેથી 24 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ વસુલ કરી શકે છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ અત્યારે પાંચ ટ્રાન્ઝેકશન ફ્રીમાં છે. નવા નિયમ પહેલા પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં શામેલ નહીં હોય. જો કે, કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં 5 હજારથી વધારે ઉપાડવા ઉપર 24 રૂપિયા ચાર્જ દેવો પડી શકે છે. વર્તમાન નિયમો હેઠળ હજુ મહિના સુધીમાં પાંચ ટ્રાન્જેક્શનથી વધારે કરવા ઉપર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જ લાગે છે. નવા નિયમમાં તેનો સમાવેશ નહીં હોય.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!