GSTV
Cricket Sports Trending

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ની કાર્યકારી સમિતિએ પોતાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની સામે જુઠ્ઠા અને અપમાનજનક નિવેદનો આપવા માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. SLCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીય રમત પરિષદના નવા અધ્યક્ષ રણતુંગાને 2 અબજ રૂપિયાનો લેટર ઓફ ડિમાન્ડ (LOD) મોકલ્યો છે.

શ્રીલંકા ક્રિકેટ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, SLC કાર્યકારી સમિતિએ સોમવારના રોજ એક તાત્કાલિક બેઠકમાં બોલાવી હતી. આ બેઠકમાં રણતુંગા દ્વારા તાજેતરમાં આપેલા એક મીડિયા ઈન્ટરવ્યુમાં ‘જુઠ્ઠા, અપમાનજનક અને તોડી-મરોડીને આપેલા નિવેદનો’ અંગે વ્યાપક વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂતપૂર્વ વિશ્વ કપ વિજેતા કેપ્ટનની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નિવેદનમાં કહેવામાં જણાવ્યું છે કે, ‘રણતુંગાએ દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી વાત કરી છે, SLCની સદ્ભાવના અને સંસ્થાને નુકસાન પહોંચાડયું છે. તેમણે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિની સામે જૂઠ્ઠા અને માનહાનિકારક આરોપો લગાવીને જાણીજોઈને સાર્વજનિક ટીપ્પણી કરી છે.’ આ કારણે કાર્યકારી સમિતિએ અર્જુન રણતુંગાને ડિમાન્ડ લેટર મોકલ્યું છે, તેમાં મોટી રકમનો દાવો કરવામાં આવ્યો છે.

રણતુંગાના ખોટા અને અપમાનજનક નિવેદનથી શ્રીલંકા ક્રિકેટ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ બદલ અર્જુન રણતુંગા પાસેથી 2 અબજ રૂપિયા નુકસાની તરીકે ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અર્જુન રણતુંગાએ તે સમયે પણ શ્રીલંકા ક્રિકેટ અંગે અનેક વખત નિવેદન આપ્યું હતું, જ્યારે શ્રીલંકાને એશિયા કપની યજમાની કરવાની હતી. જો કે દેશમાં આર્થિક તંગી અને રાજકીય ઉથલપાથલના કારણે તે શક્ય બન્યું નહોતું.

READ ALSO

Related posts

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV