ભારતમાં રોટલી ભોજનનો મહત્વનો હિસ્સો છે. સવાર-સાંજ દરેક ઘરમાં રોટલી બનતી જ હોય છે. દરેક રાજ્યમાં પણ અલગ-અલગ પ્રકારની રોટલી બને છે જે સ્વાસ્થ્યના હિસાબે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. તેમાં પણ નોર્થ ઇન્ડિયામાં રોટલીનું ચલણ વધુ છે. રોટલી વિના જાણે કે ભોજન અધૂરૂ લાગે છે. ઘઉંમાંથી બનતી રોટલીમાં અઢળક કેલરી હોય છે જે મેદસ્વીતા વધારવાનું કામ કરે છે. જો તમે મેદસ્વીતા ઓછી કરવા માગતા હોવ અને કંઇક હેલ્ધી ખાવા માગતા હોવ તો આ પ્રકારની રોટલીનો પ્રયોગ કરી શકો છો.ઘઉં દળાવતી વખતે તેમાં થોડા સોયાબીન મિક્સ કરવાથી રોટલી હેલ્ધી પણ બનશે અને નરમ પણ બનશે. આ એક નાનકડા કામથી રોટલીની પૌષ્ટિકતા વધી જશે.

કેટલા પ્રમાણમાં લેવા જોઇએ સોયાબીન
તમે જેટલા પ્રમાણમાં ઘઉં લેતા હોવ તેના 10મા ભાગના સોયાબીન ઉમેરવા જોઇએ. જેમ કે તમે 20 કિલો ઘઉં ઉમેર્યા તો 2 કિલો સોયાબીન લઇ શકો છો. સોયાબીન ઉમેરવાથી રોટલીની પૌષ્ટિકતા તો વધે જ છે અને સાથે જ તે એકદમ નરમ પણ બને છે. તમે પણ ચોક્કસથી એકવાર આ પ્રકારની હેલ્ધી રોટલી ટ્રાય કરી જુઓ તમને તેના ફાયદા ચોક્કસ જોવા મળશે.

સોયાબીન એક હાઇ પ્રોટીન ફૂડ છે જે ઘણી રીતે ખાઈ શકાય છે. તેને સલાડમાં ઉમેરીને, શાકભાજી અથવા તો તેલ બનાવીને આહારનો ભાગ બનાવી શકાય છે. ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થો પણ સોયામાંથી બનાવવામાં આવે છે જેમ કે સોયા મિલ્ક, તોફુ, સોયા પેસ્ટ વગેરે જે સરળતાથી બજારમાંથી લઈ શકાય છે. આ વસ્તુઓ દ્વારા સોયાના તમામ ગુણધર્મોથી શરીરને ફાયદો થશે. ચાલો આપણે જાણીએ કે સોયા શરીર માટે કેટલું ફાયદાકારક છે.
હૃદયને સ્વસ્થ રાખે છે

સોયા હેલ્ધી કોલેસ્ટરોલને વધારે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે. એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે સોયાના સેવનથી શરીરમાં ટોટલ કોલેસ્ટ્રોલ લેવલ, એલડીએલ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સમાં ઘટાડો થાય છે. આને કારણે, ધમનીમાં કોલેસ્ટરોલ એકઠા થવાની કોઈ સમસ્યા નથી અને લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. તે હાર્ટને ફીટ રાખે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
સ્થૂળતા
સોયામાં રહેલા ફાઇબર અને પ્રોટીન મેદસ્વીપણાને ઘટાડવામાં પણ મદદ કરે છે. લાંબા સમય સુધી તમારા પેટને ભરી રાખતા ફાઇબર ભૂખને ઘટાડે છે, જ્યારે પ્રોટીન સ્નાયુઓનો સ્ટેમિના વધારે છે જે વધુ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ

સોયા આધારિત ખોરાકમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જે ઝડપથી પચતા નથી. આને કારણે બ્લડ સુગર લેવલ પણ બિલકુલ વધતું નથી. ડાયાબિટીઝના દર્દીઓના સ્વાસ્થ્યને જાળવવા આ સ્થિતિને જરૂરી માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ સોયા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
કેન્સર
સોયામાં આઇસોફ્લેવોન્સ વધારે છે. એક અધ્યયન મુજબ સોયાના દૈનિક 10 થી 20 મિલિગ્રામ ખાવું. તેના દ્વારા પ્રાપ્ત થયેલ આઇસોફ્લેવોન્સ મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. જો કે, આ અંગે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.
Read Also
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ
- ‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નથી’
- ઘઉં બાદ ભારત ખાંડની નિકાસ પર લગાવી શકે છે પ્રતિબંધ, 1 કરોડ ટન નિકાસની સંભાવના
- 23 ડિરેક્ટરોના સમર્થન સાથે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેન પદે વરણી