શિયાળાની સીઝનમાં ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. ગોળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ગોળમાં ઘણા પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ હાજર હોય છે. હોળ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડાયાબિટીઝ દર્દી ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું શુગર અને બ્લડ પ્રેશર બંને કંટ્રોલમાં રહે છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ વિશે…
ફેફસાને સાફ રાખે છે
શિયાળામાં દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ વધતું જાય છે. દિવસે-દિવસે દિલ્હીનું હવામાન ઝેરી થતુ જઈ રહ્યું છે. જેની અસર આપણા ફેફસા પર પડે છે. ફેફસાને સાફ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ અને તલ બંને તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. અસ્થમાના દર્દીઓ માટે ગોળ કોઈ ઔષધીથી ઓછું નથી.
વજન ઓછું કરવામાં મદદ કરે
ગોળમાં પોટેશિયમનું સારું પ્રમાણ હોય છે. જે આપણા શરીરમાં મેટાબેલિજ્મ વધારવામાં મદદ કરે છે. મેટાબેલિજ્મ વધવાથી માંસપેશિયો મજબૂત થાય છે અને કેલરી પણ ઓછી હોય છે. ગોળ વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ
ગોળમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે જે શરીરમાં એસિડનું સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. તે સિવાય જે લોકોને બ્લડ પ્રેશરની ફરીયાદ રહે છે તેમને ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
શરદી- ઉધરસ
શરદી-ઉધરસ અને ફ્લૂ હોવા પર ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ તમને મૌસમી સંક્રમણોથી દૂર રાખે છે.
ઈમ્યુનિટી વધારે છે
ગોળ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેનાથી આપણી ઈમ્યૂનિટી વધે છે. આ કારણે શિયાળામાં ફ્રી રેડિકલ અને સંક્રમણોથી બચાવવાનું કામ કરે છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત