GSTV
Home » News » ઇમરાન ખાનની સરકારે ઉતાવળમાં કરી દીધી એવી ઘોષણા, દુનિયાભરમાં હાંસીને પાત્ર બન્યું પાકિસ્તાન

ઇમરાન ખાનની સરકારે ઉતાવળમાં કરી દીધી એવી ઘોષણા, દુનિયાભરમાં હાંસીને પાત્ર બન્યું પાકિસ્તાન

પાકિસ્તાન માટે રવિવારનો દિવસ ભારે ખરાબ રહ્યો. એક તરફ પાકિસ્તાન ક્રિકેટ ટીમની વર્લ્ડ કપમાં ભારત સામે શરમજનક હાર થઇ ત્યાં બીજી બાજુ પાકિસ્તાન સરકારે પોતાની એક ઘોષણાના કારણે શર્મસાર થવું પડ્યું છે. એશિયન વિકાસ બેન્ક (ADB)એ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ઘોષણાથી પોતાને અલગ કરી દીધું છે. પાકિસ્તાન માટે આ ઘટના શરમજનક માનવામાં આવી રહી છે. હકીકતમાં ઇમરાન ખાન સરકારે તાજેતરમાં એવી ઘોષણા કરી હતી કે એડીબી પાકિસ્તાનને 3.4 અબજ ડોલરની લોન આપવા માટે તૈયાર થઇ ગઇ છે.

જો કે બેન્ક તરફથી પછીથી કહેવામાં આવ્યું કે આ અંગે હજુ વાતચીત ચાલી રહી છે અને આ અંગે વડાપ્રધાન ઇમરાન ખાનના એક સલાહકારે વાત ફાઇનલ થયાં પહેલા જ ઘોષણા કરી દીધી છે. તે બાદ દુનિયાભરમાં પાકિસ્તાને પોતાની જ હાંસી ઉડાવી છે.

જણાવી દઇએ કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે લોન મેળવવા માટે અને પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં પાકિસ્તાનને એક મોટી તક મળી હતી પરંતુ તેણે પોતાની આ મુર્ખામીના કારણે આ તક પણ ગુમાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

પીએમ ઇમરાન ખાનના સલાહકારે કરી હતી ઘોષણા

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના આર્થિક બાબતોના સલાહકાર અબ્દુલ હફિઝ શેખ તથા યોજના, વિકાસ અને સુધાર મંત્રી ખુસરો બખ્તિયારની ઘોષણાના એક દિવસ બાદ એડીબી તરફથી આ ટિપ્પણી આવી છે. શેખ અને બખ્તિયારે ઘોષણા કરી હતી કે પાકિસ્તાનને બજેટીય સમર્થન માટે 3.4 અબજ ડોલરની લોન મળશે, જેમાંથી 2.1 અબજ ડોલર એક વર્ષની અંદર આપી દેવામાં આવશે.

Read Also

Related posts

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!