GSTV
Gujarat Government Advertisement

સરકાર અને કંપનીઓ ડખા કરતી રહી અને આ બાજૂ અદાર પુનાવાલાએ લંડનમાં શરૂ કરી દીધો વેક્સિન બિઝનેસ

Last Updated on May 4, 2021 by Harshad Patel

દેશભરમાં આ મહિનાની પહેલી તારીખથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કોચાલુ થયો છે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન લગાવવામાં આવશે. સરકારે આ પહેલા બે તબક્કામાં સરળતાથી વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરી લીધું પરંતુ ત્રીજા તબક્કામાં વેક્સિનની ભારે કિલ્લતનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પુનાવાલાએ કહ્યું હતું કે જાન્યુઆરીમાં કેસ ઘટવા લાગ્યા તો સરકારે હળવાશથી લીધું. અને વેક્સિનના ઓર્ડર મળવાના બંધ થઈ ગયા. એટલા માટે સીરમે ઈનસ્ટિટ્યૂટે વેક્સિન બનાવવાની ક્ષમતાને વધારી નહીં. ત્યાં કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સરકારે પૂરતો વેક્સિનનો ઓર્ડર નહોતો આપ્યો. આ વચ્ચે સરકારનું નિવેદન આવ્યું કે વેક્સિનના ઓર્ડર આપ્યાહતા. પરંતુ કંપની વેક્સિનની સપ્લાય કરી શકી નથી. અહીં સુધી કે બીજા તબક્કાની વેક્સિન પણ પૂરી પાડી શક્યા નથી.

રસી

ઓર્ડર અને પેમેન્ટ થવા છતાં કંપની બીજા ઓર્ડરને પૂરો નથી કરી શકી

ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર તરફથી ગત મહિને જ 160 મિલિયન વેક્સિનનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. જેને ત્રણ મહિનામાં પૂરો કરવાનો હતો. સરકારે 28 એપ્રિલને 110 મિલિયન કોવિશીલ્ડ વેક્સિન અને 50 મિલિયન કોવેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. સરકારે એમ પણ કહ્યું કે 28 એપ્રિલના જ સીરમ ઈન્સ્ટીટ્યૂટને 1732.5 કરોડ રૂપિયા અને ભારત બાયોટેકને 787.5 કરોડ રૂપિયા એડવાન્સમાં ચૂકવી પણ દીધા છે. ઓર્ડર અને પેમેન્ટ થવા છતાં કંપની બીજા ઓર્ડરને પૂરો નથી કરી શકી.

અદાર પૂનાવાલાએ યુકેમાં પણ વેક્સિન બિઝનેસ કરવા માટે મન બનાવી લીધું

એક બાજુ વેક્સિનને લઈને સરકારનું આ નિવેદન આવ્યું છે તો બીજી તરફ અદાર પૂનાવાલાએ યુકેમાં પણ વેક્સિન બિઝનેસ કરવા માટે મન બનાવી લીધું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના પ્રમુખ અદાર પૂનાવાલા ભારતથ બ્રિટન ચાલ્યા ગયા. તેમનો દાવો છે કે ભારતમાં કેટલાક વગદાર લોકો તેમને ધમકી આપી રહ્યાછે. આ પછી સરકારે તેમને વાય કેટેગરીની સુરક્ષા પણ પૂરી પાડી. હાલ એવી વાતો પણ થઈ રહી છે કે યુકેમાં પુનાવાલા વેક્સિન બિઝનેસ કરી શકે છે. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. અને હવે સવાલો પેદા થઈ રહ્યાછેકે ખરેખર ધમકીઓના ડરથી પુનાવાલા યુકે ગયા છે કે પછી પોતાનો બિઝનેસ મોટો કરવા માટેનું બહાનું હતું?

યુકેમાં વેક્સિન બિઝનેશમાં 240 મિલિયન પાઉન્ડનું રોકાણ કરી શકે

યુકેની સરકારે એક નિવેદનમાં કહ્યુંકે, યુકેના પીએમે .યુકે-ઇન્ડિયા નવી ટ્રેડ ડીલ હેઠળ 1 અરબ પાઉન્ડની જાહેરાત કરી છે. જેનાથી દેશમાં લગભગ 6500થી વધારે નોકરીઓ પેદા કરી શકાશે. સરકારના નિવેદન મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા યુકેમાં વેક્સિન બિઝનેશમાં 240 મિલિયન પાઉન્ડનું રોકાણ કરી શકે છે. જેના માટે એક નવી સેલ્સઓફિસ પણ ખોલવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!