ગુજરાતના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનવા પર હોડ જામી છે. ત્યારે આવતીકાલે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 60મો જન્મદિવસની ઉજવણી કરશે. અદાણી 60મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવાના કાર્યો પાછળ રૂ. 60,000 કરોડનું દાન આપવાનું વચન આપ્યું છે. આ ભંડોળનું સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને તે આરોગ્ય, શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કામગીરી પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી 24 જૂન 2022 શુક્રવારના રોજ 60 વર્ષના થઇ રહ્યા છે.

અદાણી ગ્રૂપે જણાવ્યું કે, “ભારતીય કોર્પોરેટ સેક્ટરના ઈતિહાસમાં કોઇ ફાઉન્ડેશન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન છે. ઉપરાંત ગૌત્તમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને પણ આ સખાવત કામગીરી હાથ ધરાવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારતમાં સૌથી દાનવીર તરીકે વિપ્રોના ફાઉન્ડર અજિમ પ્રેમજીની ગણના થાય છે તેમણે અત્યાર સુધીમાં 21 અરબ ડોલનું દાન કર્યું છે.
READ ALSO:
- જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી
- દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ
- નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ