GSTV
Finance Trending

Adani Wilmar Stock Price: રોકાઈ રહી નથી રફતાર, અદાણી વિલ્મરના શેરમાં મોટો ઉછાળોઃ માર્કેટ વેલ્યુ 1 લાખ કરોડને પાર

ઈન્ડોનેશિયાએ તેલના નિકાસ પર લાદેલ પ્રતિબંધો હળવા કરીને ક્રૂડ પામ ઓઈલ અને RBD પામ ઓઈલને નિકાસ પ્રતિબંધોમાંથી દૂર કરતા ભારતના ઓઈલ આયાતકાર કંપનીઓના શેરમાં મંગળવારના સેશનમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. અદાણી અને વિલ્મરના સંયુકત સાહસ અદાણી વિલ્મરના શેરમાં આજના સત્રમાં પણ 5%ની ઉપલી સર્કિટ લાગી છે. આ સાથે અદાણી વિલ્મરનું બજાર મૂલ્ય 1 લાખ કરોડને પાર નીકળ્યું છે.

ગૌતમ અદાણીના નેજા હેઠળની ખાદ્યતેલ કંપનીનો શેર BSE પર 5 ટકાના વધારા સાથે રૂ. 802.80ની નવી ઊંચી સપાટીએ પહોંચતા અદાણી વિલ્મર (AWL) રૂ. 1 ટ્રિલિયનની માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) ધરાવતી કંપનીઓના એલાઈટ ગ્રુપમાં શામેલ થઈ છે. AWL રૂ. 1.04 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે ભારતની 50મી સૌથી મોટી કંપનીનું બિરૂદ મેળવ્યું છે.

IPO પ્રાઈસથી 250%નો જમ્પ

અદાણી વિલ્મરનો સ્ટોક તેના ઈશ્યુ પ્રાઈસ રૂ. 230 પ્રતિ શેરથી 249 ટકા વધ્યો છે. કંપનીએ IPO દ્વારા રૂ. 3600 કરોડ એકત્ર કર્યા હતા અને 8 ફેબ્રુઆરી, 2022ના રોજ શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા એક મહિનામાં શેરમાં S&P BSE સેન્સેક્સમાં 0.25 ટકાના ઘટાડા સામે અદાણી વિલ્મરમાં 92 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.

અદાણી સમૂહની સાતમી કંપની : અદાણી વિલ્મર રૂ. 1 ટ્રિલિયન માર્કેટ-કેપને વટાવનાર અદાણી ગ્રુપ સાતમી કંપની બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જાણો આજનુ તા.22-3-2023, બુધવારનું પંચાંગ

Padma Patel

જાણો આજનું 22 માર્ચ, 2023નું તમારું રાશિ ભવિષ્ય

Padma Patel

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave
GSTV