GSTV

BIG NEWS: અદાણી ગ્રુપે લુધિયાના લોજિસ્ટિક્સ પાર્કને સંપૂર્ણ રીતે કર્યો બંધ, 7 મહિનાથી ખેડૂતો કરી રહ્યા હતા વિરોધ

Last Updated on August 1, 2021 by pratik shah

દેશના મોટા ઔદ્યોગિક ગ્રુપે મહત્વનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપે લુધિયાનાના લોજિસ્ટિક્સ પાર્ક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાત મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના ધરણાંને કારણે કિલા રાયપુરના ઈનલેન્ડ કંટેનર ડિપોનું પરિચલાન બંધ કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલનના કારણે 400 લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રુપને કરોડો રૂપિયાની ચપત પણ લાગી ગઈ હતી. કોર્ટ પણ કોઈ સમાધાનનો રસ્તો પણ નિકાળી શકી નહી.

કોર્ટ પણ કોઈ સમાધાનનો રસ્તો પણ નિકાળી શકી નહી

કંપનીએ પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. પરંતુ કોર્ટના આદેશ છત્તાં રાજ્ય સરકારના અધિકારીઓ ખેડૂતોની નાકાબંધીને હટાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. અદાણી ગ્રુપે છેવટે થાકી અને હારીને તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ હવે વધુ નુકશાન ભોગવવાની સ્થિતિમાં નથી. તેવે પહેલા પણ ઘણું નુકશાન થઈ ગયું છે.

પંજાબ સરકારને અનેક ફરિયાદો કરવામાં આવી

ખેડૂતની એક ટુકડી આ વર્ષના જાન્યુઆરીથી કિલા રાયપુર લોજિસ્ટીક્સ પાર્કના મુખ્ય દ્વાર પર બેઠા હતા. તેના કારણે લોજિસ્ટિક્સ પાર્કમાં કામ સંપૂર્ણ રીતે બંધ હતું. ધરણા પર બેઠેલા ખેડૂતો લોજિસ્ટિક્સ પાર્કના કર્મચારીઓને પણ અંદર જવા દેતા ન હતા. ધરણા પરથી ખેડૂતોને હટાવવા અંગે મેનેજમેન્ટ દ્વારા પંજાબ સરકારને અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી.

અદાણી

અદાણી ગ્રુપે પંજાબમાં ઔદ્યોગિક માલસામાનની અવરજવરને સરળ બનાવવા માટે કિલા રાયપુરામાં આઈસીડીની શરૂઆત 2017માં કરી હતી. અદાણી જૂથે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે છેલ્લા સાત મહિનામાં કોઈ રાહત ન મળવાને કારણે તે વધુ નુકશાન ભોગવવાની સ્થિતિમાં નથી.

ખેડૂતો

ગ્રુપે પંજાબમાં ઔદ્યોગિક માલસામાનની અવરજવરને સરળ બનાવવા માટે કિલા રાયપુરમાં પોતોના આઈસીડીની શરૂઆત 2017માં કરી હતી. અદાણી ગ્રુપે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે છેલ્લા સાત મહિનામાં કોઈપણ રાહત ના મળવાથી હવે તેઓ નુક્શાન ઉઠાવાવની સ્થિતિમાં નથી.

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત દિલ્હી બોર્ડર પર ધરણા

તમને જણાવી દઈએ કે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સતત દિલ્હી બોર્ડર પર ધરણા આપી રહ્યા છે. બીજી તરફ પંજાબ તેમજ હરિયાણાના પણ ઘણા ભાગોમાં આંદોલન ચાલી રહ્યું છે. આ કડીમાં અદાણી ગ્રુપના લુધિયાના સ્થિત લોજીસ્ટિક પાર્કમાં પણ છેલ્લા સાત મહિનાથી ધરણા ચાલી રહ્યા છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!