અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચી ગઈ હતી જેના પગલે ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટું ગાબડું પડી ગયું હતું. જોકે, આજે માર્કેટના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી એટલું જ નહીં અદાણી ગ્રુપની કંપનીઓના શેરો પણ લીલા નિશાને બંધ થયા હતા જેના કેટલીક કંપનીઓના શેરોમાં 5 ટકાના ઉછાળો આવ્યો છે જેના પગલે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.

અદાણી ગ્રુપના શેરમાં તેજી
અદાણી ગ્રુપના શેરમાં આજે સવારથી જ તેજી જોવા મળી રહી હતી. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે ઓપન માર્કેટમાં અદાણી ટ્રાન્સમિશનમાં 2.84 કરોડ ઈક્વિટી શેર વેચ્યા બાદ શેરમાં અપર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રીન એનર્જી સ્ટોક ખુલતાની સાથે જ તેમાં અપર સર્કિટ લગાવવામાં આવી હતી.
અદાણી ગ્રૂપની માર્કેટ કેપમાં ઉછાળો
અમેરિકન કંપની GQG પાર્ટનર્સ સાથે રૂપિયા 15,000 કરોડની ડીલથી અદાણી ગ્રૂપના શેરને પણ ફાયદો થયો હતો. અદાણી ગ્રુપના લિસ્ટેડ 10માંથી 7 શેરોમાં આજે 5 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મહત્તમ 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જેના પગલે આજના કારોબારમાં અદાણી જૂથની કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. અમેરિકન બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.4% હિસ્સો લગભગ રૂપિયા 5,460 કરોડ, અદાણી પોર્ટ્સમાં રૂ. 5,282 કરોડમાં 4.1% હિસ્સો, અદાણી ટ્રાન્સમિશનનો 2.5% હિસ્સો રૂ. 1,898 કરોડ અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5% હિસ્સો રૂ. 2806 કરોડમાં ખરીદશે આમ કુલ અંદાજે 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જેના પગલે અદાણીના શેરમાં તેજી જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે.
READ ALSO
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત
- રતન ટાટાની કંપની ગુજરાતમાં લિથિયમ આયન બેટરી બનાવવા જઈ રહી છે
- રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?