અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના અહેવાલ બાદ શેરબજારમાં હલચલ મચી ગઈ છે. આ હિલચાલને જોતા અદાણી ગ્રુપે પોતે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો એફપીઓ પાછો ખેંચી લીધો છે. હવે આરબીઆઇ પણ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને સક્રિય થઈ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક સમાચાર અનુસાર, આરબીઆઈએ ભારતીય બેંકોને અદાણી ગ્રુપ અને તેની કંપનીઓને આપવામાં આવેલી લોન વિશે સંપૂર્ણ માહિતી માંગી છે.

બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે અદાણી જૂથ અને મોદી સરકાર પર પ્રહાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. બજેટ સત્રના ત્રીજા દિવસે ગુરુવારે આ મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. વિરોધ પક્ષો અદાણી જૂથની કંપનીઓ સાથે જોડાયેલા મામલાની તપાસની માંગ કરી રહ્યા છે.
ગૌતમ અદાણીએ શું કહ્યું
શુક્રવારે અદાણીના એફપીઓ પાછો ખેંચવાના નિર્ણયથી ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય અંગે કંપનીએ જણાવ્યું હતું કે બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. અદાણી ગ્રુપ એફપીઓમાં ઇન્વેસ્ટરોએ રોકેલા સમગ્ર નાણાં પરત કરવા જઈ રહ્યું છે.
એફપીઓ પાછી ખેંચવાના નિર્ણય પર ગૌતમ અદાણીએ કહ્યું કે આ નિર્ણયથી ઘણા લોકો ચોંકી ગયા છે. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને એફપીઓ સાથે આગળ વધવું અમને નૈતિક રીતે યોગ્ય નથી લાગતું. તેણે કહ્યું, “મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે એફપીઓ પાછો ખેંચ્યો છે.
તેમણે કહ્યું કે આ નિર્ણયથી અમારી વર્તમાન અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહીં થાય. એકવાર બજાર સ્થિર થઈ જાય, પછી અમે અમારી મૂડી અને બજાર વ્યૂહરચનાની સમીક્ષા કરીશું.
વિપક્ષે તપાસની માંગ કરી હતી
ગુરુવારે હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. જેના કારણે સંસદના બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા હતા. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે આ મામલે અદાણી ગ્રુપની કંપનીઓની તપાસની માંગ કરી હતી.
વિપક્ષે તપાસની માંગ કરી હતી
હિંડનબર્ગના રિપોર્ટને લઈને ગુરુવારે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. જેના કારણે સંસદના બંને ગૃહો સ્થગિત કરવા પડ્યા હતા. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે આ મામલે અદાણી ગ્રુપની કંપનીઓની તપાસની માંગ કરી હતી.
READ ALSO
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ