GSTV
Home » News » હવે અદાણી આપશે મુકેશ અંબાણીને ચેલેન્જ, 16,000 કરોડમાં કરી આ ખાસ ડીલ

હવે અદાણી આપશે મુકેશ અંબાણીને ચેલેન્જ, 16,000 કરોડમાં કરી આ ખાસ ડીલ

હવે ટૂંક સમયમાં અદાણી અને અંબાણી આમને-સામને આવવાના છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. ગુરૂવારે અદાણી સમૂહે માહિતી આપતા જણાવ્યું કે તેઓ જર્મન કેમિકલ કંપની BASF સાથે ભાગીદારી કરશે. આ ભાગીદારીમાં અંબાણી અને અદાણી બંને લોકો 16 હજાર કરોડનુ રોકાણ કરીને પેટ્રોકેમિકલ્સની ફેક્ટરી ખોલશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી આગળ

અહીં તમને જણાવવાનું કે આજના સમયમાં પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી અગ્રેસર છે. તો અદાણી સમૂહ અને BASFએ એક નિવેદન પણ જાહેર કર્યુ. આ નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે મુંદ્રા જિલ્લામાં પેટ્રોકેમિકલ્સની ફેક્ટરી ખોલવામાં આવશે. આ સાથે જ ત્યાં પવન અને સૌર ઉર્જાના પ્લાન્ટ પણ ખોલવામાં આવશે.

સૌર ઉર્જાનો થાય વધુમાં વધુ પ્રયોગ

સૌર ઉર્જાના પ્લાન્ટના માધ્યમથી ફેક્ટરીની ઇલેક્ટ્રિકસિટીને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે, જેનાથી વિજળીની બચત કરી શકાય અને સૌર ઉર્જાનો વધુમાં વધુ પ્રયોગ થાય.

જર્મન કંપનીની ભાગીદારી થશે વધારે

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં જર્મન કંપની BASFની ભાગીદારી ભારતીય કંપનીની સરખામણીમાં વધારે હશે. આ કંપનીને અદાણી અને BASFની ભાગીદારીથી બનાવવામાં આવશે. જોકે, પાવર વેન્ચરમાં BASFની હિસ્સેદારી ઓછી રહેશે.

પહેલી વખત થશે આમને-સામને

અહીં તમને જણાવવાનુ કે ઑઈલથી લઇને ટેલીકૉમ સેક્ટર સુધી રિલાયન્સનો દબદબો છે. આજના સમયમાં રિલાયન્સ વિશ્વભરના પાંચ સૌથી મોટા ઑઈલ ઉત્પાદકોની લીગમાં પહોંચી ગયા છે. આવુ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે અદાણી અને અંબાણી કોઈ બિઝનેસમાં ડાયરેક્ટ સ્પર્ધામાં હશે.

READ ALSO

Related posts

આસામમાં પૂરના કારણે જનજીનન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત

Arohi

બાબા બર્ફાનીના દર્શને જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો, બે લાખનો આંકડો કરશે પાસ

Arohi

બિહારના ચંપારણમાં વરસાદી આફતના કારણે સર્જાઈ તારાજી, અનેક મકાનો ધરાશાયી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!