GSTV
Business Trending ટોપ સ્ટોરી

અદાણીની કંપનીની ઇ-વ્હીકલ ચાર્જિંગના ક્ષેત્રમાં આવવાની તૈયારી, 1500 સ્ટેશન લગાવવાની યોજના

અબજોપતિ

અદાણી ટોટલ ગેસ લિમિટેડે(Adani Total Gas Limited) અમદાવાદમાં તેના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. આ કંપની અદાણી ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SEનું સંયુક્ત સાહસ છે. અદાણી ટોટલ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદના મણિનગરમાં ATGLના CNG સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ EV ચાર્જિંગ સ્ટેશન ઇલેક્ટ્રિક વાહનના માલિકોને પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ચાર્જિંગ સુવિધા અને સગવડતા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ATGL દેશના પ્રાઇવેટ ક્ષેત્રની સૌથી મોટી CNG પાઇપવાળી રસોઈ ગેસ (PNG) વિતરક છે.

gautam adani

આ સાથે, કંપની દેશભરમાં 1,500 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપીને તેનું નેટવર્ક વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે.

કંપની દેશમાં EV ઇકોસિસ્ટમ બનાવવાની અને માંગના આધારે 1,500 ચાર્જિંગ સ્ટેશનથી આગળ વધવાની પણ યોજના ધરાવે છે.

ગુજરાત સરકાર અને અદાણી પાવર વચ્ચે ડીલને લઈને વિવાદ ચાલુ છે

આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારની કંપની અને અદાણી પાવર વચ્ચે વીજળીની ખરીદી માટે સંશોધિત કરાર પર હસ્તાક્ષર કરવાના મુદ્દે બુધવારે વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને શાસક પક્ષ પર ખાનગી વીજ કંપનીની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે 2007માં અદાણી પાવર સાથે રૂ. 2.89 અને રૂ. 2.35 પ્રતિ યુનિટના દરે પાવર ખરીદવાનો કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દેસાઈએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટના બાકીના સમયગાળા માટે 2018માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને પણ નવા કરારને મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે રોડ, રેલ, પાવર, પોર્ટ બાદ હવે અદાણી ગ્રુપનું ફોકસ ગ્રીન હાઈડ્રોડોન બિઝનેસ પર વધી રહ્યું છે. અદાણી ગ્રૂપે વાહનો અને ઇંડસ્ટ્રીયલ એપ્લિકેશનને હાઇડ્રોજન ફ્યૂલ સેલ વેચવાની સંભાવના તપાસવા માટે કેનેડાની કંપની Ballard Power સાથે કરાર કરેલ છે. આ કરાર અદાણી એન્ટરપ્રાઇઝની હાલમાં બનેલી સબ્સિડિયરી અદાણી ન્યૂ ઇંડસ્ટ્રી લિમિટેડ (ANIL) દ્વારા કરવામાં આવ્યો હતો.

READ ALSO:

Related posts

નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત

Vushank Shukla

પર્યાવરણ દિને પ્રારંભ/ 1 વર્ષમાં સુરત વન વિભાગ દ્વારા 200 હેકટરમાં 2 લાખ મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી

HARSHAD PATEL

ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ

Drashti Joshi
GSTV