લોકોને નુકશાન થાય તો ભલે! પણ સરકારે અંદાણીને મંજુરી આપી દીધી, ગાઢ જંગલોમાં ખૂલશે કોલસાની ખાણો

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની FAC સમિતિએ છત્તીસગઢનાં સુરગુજા અને સૂરજપૂર જીલ્લામાં આવેલ પારસા કોલસા ખાણમાં ગૌતમ અદાણીની અંદાણી એન્ટરપ્રાઇઝને સ્ટેજ 1 માટે પ્રાથમિક ખાણકામની મંજૂરી આપી દીધી છે. આ ખાણ મધ્ય ભારતનાં સૌથી ગાઢ જંગલ ગણાતાં તેમજ 1,70,000 હેકટર્સ જમીન ધરાવતાં હસદેઓ ઇરન્ડ વિસ્તારમાં આવેલી છે જેમાં 841.538 હેકટર વિસ્તાર જૈવ વિવિધતાં માટે ઘણો મહત્વનો છે. આ ખાણકામને મંજૂરી આપવાથી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી દેખાઈ રહી છે.

અદાણી એન્ટરપ્રાઇઝના પ્રવક્તાએ આ બાબતે કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ ખાણની માલિકી રાજસ્થાન રાજ્ય વિધુત લિમિટેડ પાસે છે જેણે અદાણી એન્ટરપ્રાઈઝની સહાયક કંપની રાજસ્થાન કોલિયરીઝ લિમિટેડને ખાણકામ સોંપ્યું છે. વર્ષ 2009 માં પર્યાવરણ મંત્રાલયે હસદેઓ ઇરન્ડ વિસ્તારની ગાઢ જૈવ વિવિધતા જોતાં તેને ખાણકામ માટે નો – ગો એરિયામાં વર્ગીકૃત કર્યો હતો.

પર્યાવરણ મંત્રાલયે અહીંની 9 કોલસા ખાણોનું અધ્યન કર્યું હતું ત્યારબાદ ‘ ગો ‘ અને ‘ નો ગો ‘ ક્ષેત્રમાં વર્ગીકૃત કર્યા હતા જેના આધારે અહીં જંગલ કાપવાની મંજૂરી હતી. હસદેઓ ઇરન્ડ વિસ્તારમાં 30 કોલસા બ્લોક છે. જો કે ત્યારબાદ 2011 માં ‘ નો – ગો ‘ ક્ષેત્રમાં પણ કોલસા બ્લોક આવ્યાં કેમ કે નો ગો પોલિસીનો કોઈ દિવસ અમલ કરવામાં આવ્યો જ નહીં. હાલ આ વિસ્તારમાં 2 કોલસા ખાણ કાર્યરત છે.

હવે આ કોલબ્લોકને મંજૂરી મળવાથી સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. છત્તીસગઢ બચાવો આંદોલનનાં નેતા આલોક શુકલાએ જણાવ્યું હતું કે ખાણકામનાં સંદર્ભમાં અહીં રહેતાં સ્થાનિક આદિવાસીઓ સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી. બીજી બાજુ રાજસ્થાન રાજ્ય વિધુત ઉત્પાદન નિગમ લિમિટેડનાં ડાયરેક્ટર એસએસ મીણાએ જણાવ્યું હતું કે સ્ટેજ 2 ની મંજૂરી મળ્યાં બાદ અહીં ખાણકામ શરુ કરવામાં આવશે તેમજ તેનો કોન્ટ્રાકટ અદાણીને નહીં પરંતુ રાજસ્થાન કોલિયરીઝ લિમિટેડને આપવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter